સેવાભાવી,પરોપકારી અને જમીની વ્યક્તિત્વ પ્રવિણ પટેલનો, ઘાટલોડિયા વોર્ડમાં 22,353 મતો સાથે ભવ્ય વિજય

ઘાટલોડિયા વિસ્તારની જનતાને સેવાભાવી, સામાજિક સેવક અને પરોપકારી એવા પ્રવિણ પટેલ કોર્પોરેટ મળ્યા છે. ઘાટલોડિયા વોર્ડની યોજાયેલી પેટા ચૂંટણીમાં પ્રવિણ પટેલે 22,353 મતો સાથે ભવ્ય વિજય હાંસલ કર્યો છે. આ રીતે ઘાટલોડિયા વિસ્તારને એક ઉમદા કોર્પોરેટર મળ્યા છે. પ્રવિણ પટેલ હાલ સોલા ઉમિયાધામમાં કાર્યરત છે, તેમજ રિયલ એસ્ટેટ ડેવલપર તરીકે સફળ અને ક્રેડાઈ ગાંધીનગરના ચેરમેન તરીકે પણ કાર્યરત છે. જેથી આપણે કહી શકીએ કે, પ્રવિણ પટેલ એક એવું વ્યક્તિત્વ છે કે, સામાજિક, ધાર્મિક અને કોર્પોરેટ જગતમાં જાણીતું છે.

ઘાટલોડિયા વોર્ડ સીટ પરના કુલ મતોમાંથી ભાજપના ઉમેદવાર પ્રવિણ પટેલને 22,353 મતો સાથે કુલ 91 ટકા મતો મળ્યા હતા. જે ભવ્ય વિજય બતાવે છે. જ્યારે અન્ય પક્ષોમાં કોંગ્રેસ અને આપ અનુક્રમે, 1152 અને 488 મતો મળ્યા હતા.

ઉલ્લેખનીય છે કે, ભાજપના પૂર્વ કોર્પોરેટર મનોજ પટેલે આપેલા રાજીનામાને કારણે ખાલી પડેલી બેઠક માટે 24,621 મતદારોને પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. જેમાં ભાજપના ઉમેદવાર પ્રવિણ પટેલને 22,535 મતો સાથે ભવ્ય જીત હાંસલ થઈ છે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા.