સુરતમાં 19 કરોડના ખર્ચે વધુ 4 લેક ગાર્ડન ડેવલપ કરાશે
4 more lake gardens will be developed in Surat at a cost of 19 crores
સુરત શહેરમાં પર્યાવરણની જાળવણી થાય અને લોને મનોરંજન માટે સ્થળ ઉભા થાય તે માટે સુરત પાલિકા હાલ લેક ગાર્ડન ડેવલપ કરવા પર ભાર મુકી રહી છે. શહેરમાં ઘણા લેક ગાર્ડન ડેવલપ કરાયા છે. હાલના બજેટમાં પાલિકા કમિશનર દ્વારા 15 તળાવના ડેવલપમેન્ટની જોગવાઈ કરવામાં આવી છે.
સુરત મહાનગરપાલિકા દ્વારા તળાવોના ડેવલપમેન્ટ સાથે તેની આસપાસનો વિસ્તાર ડેવલપ કરવા આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત તળાવના આસપાસની જે રાજ્ય સરકાર હસ્તકની જમીનો હશે તેનો કબજો મેળવવાની કામગીરી કરવામા્ આવશે. શહેરીજનોને હરવા ફરવા માટે જે-તે વિસ્તારમાં સારા ગાર્ડન મળી શકે તેમજ જુના તળાવો ફરી ડેવલપ કરાય તેવા હેતુસર શહેરના તમામ તળાવોને ડેવલપ કરવાનું આયોજન કરાયું છે. જે અંતર્ગત તબક્કાવાર શહેરના લેક ગાર્ડન ડેવલપ કરવામાં આવી રહ્યા છે. જેમાં શહેરના વધુ 3 લેક ગાર્ડન ડેવલપ કરવા માટે ગાર્ડન સમિતિમાં દરખાસ્ત રજુ કરવામાં આવી છે. અઠવામાં 2 લેક અને ઉધના-બી ઝોનમાં 2 લેક એમ કુલ 4 લેકના ડેવલપ કરવા માટે આયોજન થઈ રહ્યું છે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા, સૌજન્ય- ગુજરાત સમાચાર.
14 Comments