સુરતના ખજોદ ડ્રીમ સિટી ફરતે એકસાથે 7455 કરોડના 34 પ્રોજેક્ટ આકાર લેશે
34 projects worth 7455 crores will take shape around Surat's Khajod Dream City.
લોકડાઉન અને કોરોના કાળના લીધે તળિયે આવી ગયેલી રિયલ એસ્ટેટે થર્ડ વેવ બાદ તેજી તરફ ઝડપભેર વધી રહી છે. શહેરમાં આ વર્ષમાં જ 152થી વધુ હાઇરાઇઝ બિલ્ડિંગનું ડેવલપમેન્ટ શરૂ કરી દેવાયું છે. ખજોદમાં ડ્રીમ સિટીના માત્ર 6 ટકા ક્ષેત્રફળમાં 3600 કરોડના ખર્ચે સાકાર થયેલું સુરત ડાયમંડ બુર્સ હવે લોકાર્પણ તરફ છે ત્યારે આ પ્રોજેક્ટની ફરતે 7455.89 કરોડના 34 હાઇરાઇઝ રેસિડેન્સીયલ અને કોમર્શિયલ પ્રોજેક્ટ માટે પાલિકા પાસે મંજૂરી મંગાઈ છે.
34 પ્રોજેક્ટના ધમધમાટ સાથે રોજગારી પણ વધશે
કેટલાક શરૂ થઇ ગયા છે જ્યારે કેટલાકની ફાઇલ આગળ વધી રહી છે. 34 પ્રોજેક્ટના ધમધમાટ સાથે રોજગારી પણ વધે તેવી શક્યતા છે. એક સમયે કચરાના ડુંગરોની દુર્ગંધથી ઓળખાતા ખજોદને હવે હાઇએસ્ટ સ્પીડી ડેવલપમેન્ટ એરિયા તરીકે આંકવામાં આવી રહ્યો છે. બુર્સ આવતાં દેશ-વિદેશના વેપારી વર્ગને ખજોદની આસપાસ જ રહેવા આપવા માટેની કવાયતના લીધે મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ ફરતે 7455 કરોડના ડેવલપમેન્ટ પ્રોજેક્ટ શહેર માટે વાર્ષિક અબજોના વેપારના દ્વાર પણ ખોલશે.
શહેરની ઓળખ બનનારા ડ્રીમ સિટીની આસપાસ આ પ્રોજેક્ટ પાઇપ લાઇનમાં
ટીપી 07-વેસુ મગદલ્લાના પ્રોજેક્ટ
પ્રોજેક્ટ | અંદાજીત કોસ્ટ |
રાજહંસ મોન્ટેસા | 226.52 |
આરંભ | 228.24 |
ઓફિસ બિલ્ડિંગ | 5.19 |
ટીપી 75-વેસુ મગદલ્લા આભવાના પ્રોજેક્ટ
ધ ઑટોગ્રાફ ક્લબ | 237.57 |
પ્રમુખ વિવાંતા | 78.14 |
હેપ્પી એલીજન્સ | 391.37 |
ટાઇટેનિયમ હાઇટ્સ | 41.01 |
રઘુવીર સ્પેક્ટ્રમ | 359.29 |
હેબ્રોન | 160.32 |
ગ્રાન્ડ અલ્ટીમા | 170.72 |
ટીપી 6 વેસુના પ્રોજેક્ટ
પોલારીસ એવન્યુ | 209.57 |
સન સરવમ | 175.58 |
ટીપી 26 આભવાના પ્રોજેક્ટ
રાજહંસ સીમ્ફોનીયા | 363.5 |
સ્વપ્ન ભૂમિ | 259.06 |
એરક્રોલ | 1082.4 |
ટીપી 77 (ડુમસ-ભીમપોર), 31 (ગવીયર- મગદલ્લા) અને 82 ડુમસના પ્રોજેક્ટ
હેબીટેટ | 927.06 |
યુનાઇટેડ સિટી | 328.37 |
બુર્સને કારણે આભવા, ગવીયર, મગદલ્લા અને વેસુ વિસ્તાર વેપારીઓની પહેલી પસંદ
ડ્રીમ સિટી પ્રોજેક્ટને કારણે દેશ-વિદેશથી હીરા વેપારીઓ સુરત આવશે ત્યારે તેમના ટ્રાન્સ્પોર્ટેશન માટે મેટ્રો, BRTS અને એરપોર્ટની કનેક્ટિવીટી હોવાથી ખજોદ અને તેની ફરતેના આભવા, ગવીયર, મગદલ્લા અને વેસુમાં ઓફિસોની ડિમાન્ડ વધી ગઇ છે. મુંબઇના વેપારીઓનું પણ સુરત આકર્ષણ બનતા ડ્રીમ સિટી ફરતેની મુખ્ય 5 ટીપી સ્કીમમાં એકસાથે 34 પ્રોજેક્ટ પાઇપલાઇનમાં છે. ડેવલપરોએ પણ બુર્સના કારોબારને લીધે ફ્લેટ્સના સારા ભાવ મળશે તેવું ધ્યાનમાં રાખી આભવા, ગવીયર, મગદલ્લા અને વેસુમાં મોકાની જમીનો પર પ્રોજેક્ટ નિર્માણની તૈયારીઓ શરૂ કરી છે.
હવે 15મી.ની જગ્યાએ 30મી. ની બિલ્ડિંગને પણ ઓનલાઇન મંજૂરી આપવા વિચારણા છે
હાલ સુધીમાં 15 મીટર ઉંચાઇ ધરાવતી બિલ્ડિંગને જ ઓનલાઇન વિકાસ પરવાનગી અપાતી હતી. જોકે ડેવલપમેન્ટમાં વધુ વૃદ્ધિ લાવવા સરકાર 30 મીટર સુધીની બિલ્ડિંગની પરવાનગીને પણ હવે ઓનલાઇન મંજૂરી આપવા વિચારી રહી છે. સાથે જ કોરોનામાંથી બહાર આવી રહેલાં દેશને વધુ રોજગારી આપવા બિલ્ડિંગ નિર્માણ ક્ષેત્રને વધુ અવસરો પુરા પાડવા માટે પણ કવાયત શરૂ કરાઇ છે. – વિનોદ મોરડીયા, રાજ્યકક્ષાના શહેરી વિકાસ મંત્રી, ગુજરાત
ટીમ બિલ્ટ ઈન્ડિયા, સૌજન્ય- દિવ્ય ભાસ્કર.
7 Comments