GovernmentGovtHousingInfrastructureNEWSPROJECTSResidentialUrban Development

ઔડાના ગેરતપુરની, ગાંધીનગરના કોલવડાની ટીપી સ્કીમ મંજૂર થઈ

TP scheme approved at Geratpur in Auda, Kolwada in Gandhinagar

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ સહિત પાંચ મહાનગરોની કુલ પાંચ ટાઉન પ્લાનિંગ સ્કીમને મંજૂરી આપી છે, જે પૈકી ઔડાની પ્રિલિમનરી સ્કીમ નં-128 ગેરતપુર અને ગાંધીનગર મહાનગરપાલિકાની પ્રિલિમનરી ટીપી સ્કીમ નં-15 કોલવડા સમાવિષ્ટ છે.

ઔડાના ગેરતપુર વિસ્તારની પ્રિલિમનરી ટીપી સ્કીમ નં-128માં કુલ જમીનનું ક્ષેત્રફળ 5.78 હેક્ટર છે, જે પૈકી 1.92 હેક્ટર જમીનનું તંત્ર દ્વારા વેચાણ થશે. આ ટીપી ઉપર આર્થિક રીતે નબળા વર્ગના લોકો માટે 1,200 આવાસો બનશે. જ્યારે ગાંધીનગર મહાનગરપાલિકાના કોલવડાની પ્રિલિમનરી સ્કીમ નં-15 ઉપર કુલ 18.11 હેક્ટર જમીન છે, જે પૈકી 6.50 હેક્ટરનું મહાનગરપાલિકા દ્વારા વેચાણ થશે. આ ટીપી ઉપર આર્થિક રીતે નબળા વર્ગના લોકો માટે 1,500 જેટલા આવાસો બનશે.

આ સાથે જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની ડ્રાફ્ટ ટીપી સ્કીમ નં-23, રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના હૈયા વિસ્તારની ડ્રાફ્ટ ટીપી સ્કીમ નં-33 તથા ભાવનગર શહેરી વિસ્તાર સત્તામંડળના વરતેજ વિસ્તારની પ્રિલિમનરી ટીપી સ્કીમ નં-4 પણ મંજૂર કરાઇ છે. જામનગરની ટીપી નં-23 કુલ 26.78 હેક્ટર જમીન ધરાવે છે, જે પૈકી 12.14 હેક્ટર જમીન તંત્ર દ્વારા વેચાશે. રાજકોટની ટીપી નં-33 કુલ 39.49 હેક્ટર જમીન ધરાવે છે.

ટીમ બિલ્ટ ઈન્ડિયા, સૌજન્ય- સંદેશ.

Show More

Related Articles

Back to top button
Close