ConstructionGovtHousingInfrastructureNEWS

નિયમોના ભંગ બદલ સુરતના બિલ્ડરને RERAએ સવા સાત લાખ રુપિયાનો દંડ ફટકાર્યો

RERA slapped a fine of Rs 7.5 lakh on a builder in Surat for violating the rules

બિલ્ડરે યુનિટની કિંમતના 10 ટકાથી વધુ રકમ લઈ એગ્રિમેન્ટ કર્યા વિના જ બુકિંગ લીધા, પ્રોજેક્ટમાં ફેરફાર માટે કરેલી અરજી મંજૂર થાય ત્યાં સુધી પણ રાહ ના જોઈ. સુઓ મોટો નોંધ લઈને રેરાએ બિલ્ડરને સેક્શન 6ના ભંગ બદલ 6 લાખ અને કલમ 13 (1)ના ભંગ બદલ 1.25 લાખ રુપિયાનો દંડ ફટકાર્યો.

સુરતના એક બિલ્ડરને એગ્રિમેન્ટ કર્યા વિના જ ખરીદદારો પાસેથી પ્રોપર્ટીની કિંમતની 10 ટકા રકમ લઈ લેવા ઉપરાંત પ્રોજેક્ટમાં ફેરફારને મંજૂરી ના મળી હોવા છતાંય બુકિંગ લેવાનું શરુ કરી દેતા રેરા દ્વારા સવા સાત લાખ રુપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. અમદાવાદ મિરરના અહેવાલ અનુસાર, અરિહંત એસોસિએટ્સે રાજ ટેક્સટાઈલ ટાવર નામના એક પ્રોજેક્ટનું રેરામાં રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. આ પ્રોજેક્ટની કોસ્ટ 239 કરોડ રુપિયા દર્શાવાઈ હતી, પ્રમોટર્સે કન્સ્ટ્રક્શન શરુ કરીને કેટલાક યુનિટ વેચી પણ દીધા હતા. ત્યારબાદ પ્રમોટર દ્વારા પ્રોજેક્ટમાં સામાન્ય ફેરફાર કરવા માટે રેરામાં 29 ઓક્ટોબર 2021ના રોજ અરજી આપવામાં આવી હતી.

જોકે, પ્રોજેક્ટના ઈન્સ્પેક્શન દરમિયાન માલુમ પડ્યું હતું કે, તેના 194 યુનિટ વેચી દેવાયા છે અને યુનિટની કુલ કોસ્ટના 10 ટકા ખરીદદારો પાસેથી લઈ લેવાયા છે, જે રેરા એક્ટની કલમ 13 (1)નો ભંગ કરે છે. નિયમ અનુસાર, જો પ્રમોટર યુનિટની કિંમતના 10 ટકાથી વધુ ખરીદદાર પાસેથી વસૂલ કરે તો તેના માટે એગ્રિમેન્ટ કરવું ફરજિયાત છે. આ સિવાય રેરા ઓથોરિટીના ધ્યાન પર એ બાબત પણ આવી હતી કે પ્રોજેક્ટમાં ફેરફાર કરવા માટે જે અરજી આપવામાં આવી હતી તેના પર કોઈ નિર્ણય લેવાય તે પહેલા જ 229 યુનિટનું બુકિંગ લેવાયું હતું અથવા વેચાણ કરવામાં આવ્યું હતું, જે રેરા એક્ટના સેક્શન 3નો ભંગ કરે છે.

આ મામલે રેરા ઓથોરિટીએ સુઓ મોટો દાખલ કરીને પ્રોજેક્ટની ડિઝાઈનમાં ફેરફારની અરજી અંગે કોઈ નિર્ણય લેવાય તે પહેલા યુનિટ્સનું બુકિંગ લેવા બદલ પ્રમોટરને નોટિસ ફટકારી હતી. પ્રમોટરે વેચાણ કરેલા 53માંથી માત્ર 9 યુનિટ માટે જ વેચાણ કરાર કર્યો હતો. આ અંગે તેણે રેરા સમક્ષ રજૂ કરેલી વિગતોને ફગાવી દેતા તેને સેક્શન 6ના ભંગ બદલ 6 લાખ અને કલમ 13 (1)ના ભંગ બદલ 1.25 લાખ રુપિયાનો દંડ ફટકાર્યો હતો.

રેરા એક્સપર્ટ મહાદેવ બિરલાએ અમદાવાદ મિરરને જણાવ્યું હતું કે, મંજૂર થયેલા પ્લાનના લેઆઉટ, સ્પેસિફિકેશન, એનિમિટિઝ તેમજ અન્ય કોઈપણ બાબતમાં ફેરફાર કરતા પહેલા રેરાની મંજૂરી લેવી આવશ્યક છે. આ ફેરફારને રેરાની મંજૂરી મળે ત્યારબાદ જ અપાર્ટમેન્ટ, પ્લોટ કે પછી બિલ્ડિંગની ડિઝાઈન સહિતની કોઈપણ બાબતમાં ફેરફાર કરી શકાય છે. તેના માટે પ્લાન બદલતા પહેલા રેરા સમક્ષ ફરી અરજી કરવાની રહે છે.

ટીમ બિલ્ટ ઈન્ડિયા, સૌજન્ય- આઈ એમ ગુજરાત.

Show More

Related Articles

Back to top button
Close