પટેલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડે એક્સપ્રેસવેમાં કોંક્રિટ પેવમેન્ટ ક્ષેત્રે વર્લ્ડ રેકોર્ડનો કિર્તીમાન સ્થાપિત કર્યો

ગુજરાતની નામાંકિત પટેલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડે વડોદરા-કીમ આઠ લેન એક્સપ્રેસ હાઈવે પર કોંક્રિટ પેવમેન્ટ દ્વારા માત્ર 24 કલાકમાં 2.6 કિલોમીટરનો કોંક્રિટ હાઈવે નિર્માંણ કરીને એક્સપ્રેસ હાઈવે નિર્માંણ ક્ષેત્રે વૈશ્વિક કિર્તીમાન સ્થાપિત કર્યો છે. ઈન્ડિયા બુક્સ ઓફ રેકોર્ડ અને ગોલ્ડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડસ)એ, પટેલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડને વર્લ્ડ રેકોર્ડનું બહુમાન આપ્યું છે. આ અંગે પટેલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડના એમડી અરવિંદ પટેલે જણાવ્યું છેકે, આ સિદ્ધિનું મને ગૌરવ છે અને 24 કલાકમાં 2 કિલોમીટરનો રોડ નિર્માંણ કરવો તે ખરેખર ભારત માટે એક ગૌરવની વાત છે.

આ બંને એજન્સીઓએ વડોદરા જિલ્લાના ભરુચ તાલુકાના દયાદ્રા ગામ નજીક નિર્માંણ પામી રહેલા વડોદરા-કીમ આઠ લેન એક્સપ્રેસ વે પર કોંક્રિટ પેવમેન્ટના નિર્માંણ કાર્યનું સ્થળ પર 24 કલાક ચાલતી નિર્માંણકાર્યની પ્રક્રિયાનું જાત નિરીક્ષણ કર્યું હતું.

નોંધનીય છેકે, ભારતમાલા પ્રોજેક્ટ અંતર્ગત નિર્માંણ ચાલી રહેલા દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે પ્રોજેક્ટમાં, વડોદરા પાદરા ગામથી શરુ કરીને, ભરુચના મનુબાર ગામ સુધીના વિસ્તારનું કંસ્ટ્રક્શન પટેલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ(વડોદરા) દ્વારા કરવામાં આવી રહ્યું છે. આ પ્રોજેક્ટનું બાંધકામ 8 માર્ચ-2019 ના રોજ શરુ થયું હતું અને 22 ઓગસ્ટ-2021ના રોજ પૂર્ણ થવા માટે સુનિશ્વિત છે. આ પ્રોજેક્ટની તેની 8 લેન કોંક્રિટ પેવમેન્ટ જેની કુલ પહોળાઈ 37.5 મીટર સાથે બીજા અન્ય રાષ્ટ્રીય પ્રોજેક્ટો કરતાં વિસંગતા ધરાવે છે. આ પ્રોજેક્ટની આવશ્યક્તાને અનુરુપ અને ઉત્કૃષ્ટ ગુણવત્તા મેળવવા હેતુથી કંપનીએ( 18.75 મીટર પહોળા હાઈવે માટે કોંક્રિટ પેવિંગ મશીન) ખાસ જર્મન બ્રાન્ડની મશીનરીનો ઉપયોગ કરી રહી છે. જેનું ઉદ્દઘાટન 25 ફ્રેબુઆરી-2020ના રોજ પટેલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ દ્વારા કરવામાં આવ્યું હતું. હવે રોજ પ્રોજેક્ટ ટીમ 24 કલાકની અથાક કામગીરી હેઠળ વડોદરા-કીમ આઠ લેન એક્સપ્રેસ હાઈવે પર કોંક્રિટ પેવમેન્ટના નિર્માંણકાર્ય માટે એક ઈતિહાસ રચ્યો છે. જે એક્સપ્રેસ હાઈવે પ્રોજેક્ટમાં રીજિડ –કોંક્રિટ પેવમેન્ટ ક્ષેત્રે વિશ્વનો સર્વોચ્ચ રેકોર્ડ સ્થાપિત કર્યો છે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા.
9 Comments