કેબલ સ્ટેઇડ બ્રિજ પર 20 કરોડથી સ્ટ્રક્ચરલ હેલ્થ મોનિટરિંગ સિસ્ટમ લગાવાશે
144 કરોડના કેબલ સ્ટેઇડ બ્રિજ પર સ્ટ્રક્ચરલ હેલ્થ મોનિટરીંગ સિસ્ટમ અને ફસાદ પ્રકારની લાઇટીંગ ઇન્સ્ટોલ કરવા આગામી દિવસમાં બ્રિજનો એક તરફનો ભાગ 1 મહિના સુધી બંધ રખાશે. પાલિક કમિશનરે જણાવ્યું કે, સંભવત: આ મહિનાથી કેબલ મોનિટરીંગ સિસ્ટમ અને ફસાદ લાઇટીંગ ઇન્સ્ટોલશન કામગીરી શરૂ કરાશે. વાહનચાલકોને અગવડ ન પડે તે માટે બ્રિજનો એક તરફનો ભાગ જ બંધ કરાશે. કામ ક્યારથી શરૂ કરાશે તેની હજુ તારીખ નક્કી થઇ નથી. ઓપરેશન અને મેઇનટેઇન્સ સાથે રૂા.20 કરોડના ખર્ચે સિસ્ટમ સાથે લાઇટીંગ કરવામાં આવશે.
કેબલ ફોર્સ,વાઇબ્રેશન, ટેમ્પરેચર અને વિન્ડ પ્રેશરની મોનિટરિંગ કરી શકાશે સ્ટ્રક્ચરલ હેલ્થ મોનિટરિંગ સિસ્ટમ દ્વારા કેબલમાં કોઈ ખરાબી છે કે નહીં તેની જાણકારી મેળવવા સાથે સાથે ટેમ્પરેચર અને લોડેની માહિતી મળશે. વાઈબ્રેશન, સ્ટ્રેસ, ડીસપ્લેસમેન્ટસ, ડીફલેક્શન, વિન્ડ પ્રેશર સહિતની તમામ માહિતી સિસ્ટમ મુકાયું હશે તે કંટ્રોલ રૂમમાં મળશે. કેબલ પરના સેન્સરો પરથી કેબલ ફોર્સ, વાઈબ્રેશન, ટેમ્પરેચર, સ્ટ્રેસ મોનિટરિંગ, ડીસપ્લેસમેન્ટ/ડીફલેક્શન, વિન્ડ પ્રેશર વગેરે પેરામીટરનો રિઅલ ટાઈમ મોનિટરિંગ કરી બ્રિજમાં ડીફેક્ટની આગોતરી જાણ મેળવી શકાશે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા, સૌજન્ય- દિવ્ય ભાસ્કર.
8 Comments