આ છે અમદાવાદનો માસ્ટર પ્લાન: પશ્ચિમના વિસ્તારોમાં મોટા રહેણાક પ્રોજેક્ટ હશે
This is the master plan of Ahmedabad: There will be big residential projects in western areas
પશ્ચિમના વિસ્તારોમાં મોટા રહેણાક પ્રોજેક્ટ હશે
પશ્ચિમ અમદાવાદમાં 2041 સુધીમાં સાબરમતી સ્ટેશન, રિવરફ્રન્ટ, થલતેજ, એસજી હાઇવે, સિંધુભવન રોડ, ગોતા, સોલા, સાંણદ, ઇસ્કોન અને ડ્રાઈવ-ઈન સહિતના વિસ્તારોમાં કોમ્પેક્ટ ડેવલપમેન્ટ હેઠળ મોટા પ્રમાણમાં રેસિડેન્શિયલ પ્રોજેક્ટ હશે. અમદાવાદ-ગાંધીનગરના કનેક્ટિંગ એરિયામાં એસપી રિંગ રોડથી કોબા અડાલજ રોડ પર કોમર્શિયલ ડેવલપમેન્ટ થશે.
SG હાઈવે બનશે સેન્ટર ઓફ ધ સિટી રોડ
2041નું અમદાવાદ કેવું હશે તે જાણવાની આતુરતા દરેક અમદાવાદીને હોય છે. આ સવાલનો જવાબ પહેલીવાર આપને ‘દિવ્ય ભાસ્કર’માં મળશે. સેપ્ટ યુનિવર્સિટીના અર્બન પ્લાનિંગ સ્ટુડિયોના સ્ટુડન્ટ્સે 20 વર્ષ પછી આપણું અમદાવાદ કેવું હશે તેના ડેવલપમેન્ટ પ્લાનની બ્લૂ પ્રિન્ટ બનાવી છે. 2041 સુધીમાં એસ.જી. હાઇવે સેન્ટર ઓફ ધ સિટી બનશે, કોબા હાઇવે અને રિવરફ્રન્ટ કોમર્શિયલ ઝોન બનશે, જ્યારે 70 ટકા વિસ્તાર મેટ્રો-બીઆરટીએસ જેવા પબ્લિક ટ્રાન્સપોર્ટથી કનેક્ટ થશે.
2011ની વસતી ગણતરી મુજબ અમદાવાદની વસતી 66.5 લાખ હતી જેમાં દર વર્ષે એવરેજ 12-15 ટકાનો વધારો થઇ રહ્યો છે. હાલમાં અમદાવાદની વસતી અંદાજે 86 લાખ છે જે 2041માં 1.52 કરોડ થઇ શકે છે. 2041 સુધીમાં અમદાવાદ અને ગાંધીનગર ટ્વિન સિટી બનશે. એસજી હાઇવે અમદાવાદનું નવું સેન્ટર ઓફ ધ સિટી ડેસ્ટિનેશન હશે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા, સૌજન્ય- દિવ્ય ભાસ્કર.
8 Comments