SG હાઈવે બનશે સેન્ટર ઓફ ધ સિટી રોડ, કોબા હાઈવે પર કોમર્શિયલ ઝોન
SG Highway will be the center of the city road, the commercial zone on Koba Highway
2041નું અમદાવાદ કેવું હશે તે જાણવાની આતુરતા દરેક અમદાવાદીને હોય છે. આ સવાલનો જવાબ પહેલીવાર આપને ‘દિવ્ય ભાસ્કર’માં મળશે. સેપ્ટ યુનિવર્સિટીના અર્બન પ્લાનિંગ સ્ટુડિયોના સ્ટુડન્ટ્સે 20 વર્ષ પછી આપણું અમદાવાદ કેવું હશે તેના ડેવલપમેન્ટ પ્લાનની બ્લૂ પ્રિન્ટ બનાવી છે. 2041 સુધીમાં એસ.જી. હાઇવે સેન્ટર ઓફ ધ સિટી બનશે, કોબા હાઇવે અને રિવરફ્રન્ટ કોમર્શિયલ ઝોન બનશે, જ્યારે 70 ટકા વિસ્તાર મેટ્રો-બીઆરટીએસ જેવા પબ્લિક ટ્રાન્સપોર્ટથી કનેક્ટ થશે.
2011ની વસતી ગણતરી મુજબ અમદાવાદની વસતી 66.5 લાખ હતી જેમાં દર વર્ષે એવરેજ 12-15 ટકાનો વધારો થઇ રહ્યો છે. હાલમાં અમદાવાદની વસતી અંદાજે 86 લાખ છે જે 2041માં 1.52 કરોડ થઇ શકે છે. 2041 સુધીમાં અમદાવાદ અને ગાંધીનગર ટ્વિન સિટી બનશે. એસજી હાઇવે અમદાવાદનું નવું સેન્ટર ઓફ ધ સિટી ડેસ્ટિનેશન હશે.
શહેરના મોટાભાગના રોડ હાલના સીજી રોડની જેમ સ્માર્ટ સ્ટ્રીટ જેવા હશે જ્યાં પહોળા રસ્તા, પૂરતી પાર્કિંગ વ્યવસ્થા, લોકોને બેસવા-ચાલવા માટેની જગ્યા અને સાઇકલ ટ્રેક હશે. 2041 સુધીમાં સિટીનો 70 ટકા વિસ્તાર મેટ્રો કે બીઆરટીએસ જેવા પબ્લિક ટ્રાન્સપોર્ટથી કનેક્ટેડ હશે જેના કારણે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ થશે. ઇસ્ટ અમદાવાદની વાત કરીએ તો ત્યાં રહેલા હેરિટેજના વારસાને ટુરિઝમ તરીકે ડેવલપ કરાશે, સાથે જ કોમ્પેક્ટ ડેવલપમેન્ટ અંતર્ગત ઇસ્ટ અમદાવાદમાં હાઈરાઈઝ બિલ્ડિંગ બનશે.
1855 ચોરસ કિલોમીટરમાં ફેલાયેલા અમદાવાદનો વિસ્તાર 2041 સુધીમાં 2085 ચોરસ કિલોમીટર થશે, જ્યાં એક અમદાવાદીને રહેવા માટે 280 સ્કેવર ફૂટ જગ્યા મળશે. હાલ 210 ચોરસ ફૂટ જગ્યા મળે છે. 2041 સુધીમાં અમદાવાદ ગ્રીન બનશે. હાલમાં 2.7 મીટર વ્યક્તિ દીઠ ગ્રીન કવર છે. 2041 સુધીમાં આ ગ્રીન કવર 50 ટકા વધીને 3.5 મીટર કરવા પ્રસ્તાવ છે. અમદાવાદના ટોટલ વિસ્તારના 20 ટકા વિસ્તારમાં આવેલા રોડ નેટવર્ક પર ગ્રીન કોરિડોર બનાવીને ગ્રીન અમદાવાદનું નિર્માણ કરાશે.
રિવરફ્રન્ટની આસપાસ કોમર્શિયલ સેન્ટર બનશે
સાબરમતી રિવરફ્રન્ટથી આશ્રમ રોડ સુધીના વિસ્તારમાં કોમર્શિયલ સેન્ટરના ડેવલપમેન્ટને પ્રોત્સાહન આપવા રિવરફ્રન્ટને સીબીડી (સેન્ટ્રલ બિઝનેસ ડિસ્ટ્રિક્ટ) ઝોન જાહેર કરાયો છે. એટલે કે ત્યાં ડેવલપમેન્ટ માટે 5.4 એફએસઆઈ અપાઈ છે. જેના કારણે ડેવલપરને મોટા પ્રમાણમાં ફાયદો થશે અને રિવરફ્રન્ટ અને તેની આસપાસ મોટા કોમર્શિયલ સેન્ટર જોવા મળશે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા, સૌજન્ય- દિવ્ય ભાસ્કર.
5 Comments