Big StoryCivil EngineeringCivil TechnologyConstructionDevelopersHousingInfrastructureNEWS

અમદાવાદમાં મેગા ડીલઃ ઉદ્યોગપતિનો બંગલો 100 કરોડ રૂપિયામાં વેચાશે

Mega deal in Ahmedabad: The businessman's bungalow will be sold for Rs 100 crore

રિયલ એસ્ટેટ સેક્ટરમાં મોટા સોદામાં અમદાવાદ સતત આગળ વધી રહ્યું છે જેમાં શહેરના એક અગ્રણી ઉદ્યોગપતિ 100 કરોડ રૂપિયામાં પોતાનો બંગલો (100 crore bungalow in Ahmedabad) વેચવા જઈ રહ્યા છે. રિયલ્ટીમાં સામાન્ય રીતે જમીનોના જંગી ભાવે સોદા (land deal in Ahmedabad) થાય છે પરંતુ અહીં એક બંગલો એક અબજ રૂપિયામાં વેચાશે. અમદાવાદમાં સ્ટીલ સેક્ટર સાથે સંકળાયેલા એક ઉદ્યોગપતિ ઇસ્કોન-આંબલી રોડ (Iscon Ambli Road) જેવા પોશ વિસ્તારમાં આવેલો પોતાનો બંગલો વેચી રહ્યા છે. એક ડેવલપરે તાજેતરમાં જ આ બંગલો ખરીદવા ડીલ કરી છે.  આ ભવ્ય બંગલો 4500 વારના પ્લોટ પર બનેલો છે.

સૂત્રોએ જણાવ્યા પ્રમાણે આ વિસ્તારમાં જમીનનો ભાવ વાર દીઠ બે લાખ રૂપિયા સુધી ચાલે છે. ઈસ્કોન-આંબલી રોડ અત્યારે અલ્ટ્રા લક્ઝરિયસ રેસિડેન્શિયલ એપાર્ટમેન્ટ અને પ્રીમિયમ ઓફિસ સ્પેસ (Office space in Ahmedabad) માટે જાણીતો છે. છેલ્લા એક વર્ષમાં આ પટ્ટા પર લગભગ 1500 કરોડની જમીનના સોદા થયા છે. આ વિસ્તારમાં એક વર્ષની અંદર 1.80 લાખથી લઈને 2.70 લાખ રૂપિયા પ્રતિ યાર્ડના ભાવે ડીલ થઈ છે. માર્કેટના સૂત્રોએ જણાવ્યું કે આ બંગલોનો સોદો પણ આ રેન્જમાં થવાની શક્યતા છે.

ઈસ્કોન આંબલી રોડ પર ડેવલપર્સને 5.4ની FSI મળે છે. સાણંદ અને ચાંગોદર જેવા ઈન્ડસ્ટ્રીયલ વિસ્તારો સાથે આ એરિયા બહુ સારી રીતે કનેક્ટેડ હોવાના કારણે અહીં રેસિડેન્શિયલ અને કોમર્શિયલ ડેવલપમેન્ટ માટે ડિમાન્ડમાં વધારો થયો છે.

આ રોડ પર ઘણા ઉદ્યોગપતિઓ અને એક્ઝિક્યુટિવ્સ રેસિડેન્શિયલ પ્રોપર્ટી ખરીદી રહ્યા છે. રિયલ એસ્ટેટ સેક્ટરના નિષ્ણાતોએ જણાવ્યું કે કોમર્શિયલ પ્રોપર્ટી અને ઓફિસ સ્પેસ માટે આ એરિયામાં ઘણી ડિમાન્ડ જોવા મળે છે.

આ રોડ પર પ્રીમિયમ લક્ઝરી હાઈ રાઈઝ એપાર્ટમેન્ટ (luxury apartments in Ahmedabad) ઉપરાંત કોમર્શિયલ અને રિટેલ કોમ્પ્લેક્સ અને એક લક્ઝરી હોટેલ (luxury hotels in Ahmedabad) આવેલી છે. પોશ ક્લબ્સ પણ આ વિસ્તારની નજીક છે અને હાઈવે સાથે સારી કનેક્ટિવિટી ધરાવે છે.

કેટલાક જાણીતા ડેવલપર્સ આ એરિયામાં પ્રોજેક્ટ લોન્ચ કરવા જઈ રહ્યા છે કારણ કે અહીં અલ્ટ્રા-લક્ઝરિયસ મકાનોની સારી એવી ડિમાન્ડ છે.” સન બિલ્ડર્સ, સ્વાતિ બિલ્ડર્સ, ઇસ્કોન બિલ્ડર્સ, શીતલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, પલક ગ્રૂપ, સંકલ્પ ગ્રૂપ વગેરે ડેવલપર્સે છેલ્લા એક વર્ષમાં આ રોડ આસપાસ ઈન્વેસ્ટમેન્ટ કર્યું છે અને ટૂંક સમયમાં પ્રોજેક્ટ લોન્ચ કરવાની યોજના ધરાવે છે.

ટીમ બિલ્ટ ઈન્ડિયા, સૌજન્ય- આઈ એમ ગુજરાત.

Show More

Related Articles

Back to top button
Close