ConstructionGovernmentGovtInfrastructureNEWSPROJECTSUrban Development

ગિફ્ટ સિટી ખાતે, રિવરફ્રન્ટ નહીં પરંતુ સાબરમતી રીવર બેન્ક્સ વિથ વોટર બોડી બનશે

At Gift City, Sabarmati will be River Banks with Water Body, not Riverfront

અમદાવાદ શહેરની વચ્ચેથી સાબરમતી નદી પસાર થાય છે અને તેના પર રિવરફ્રન્ટ વિકસાવામાં આવ્યો છે. પરંતુ પાટનગરને સ્પર્શતી નીકળતી નદી પર રિવરફ્રન્ટ ક્યારે બનશે તેની લોકોમાં ચર્ચા ચાલે છે.

નોંધનીય રહેશે કે ગાંધીનગરમાં ગિફ્ટ સિટી નજીક સાકાર થનારી આ યોજનાને રિવરફ્રન્ટ નહીં પરંતુ ડેવલપમેન્ટ ઓફ સાબરમતી રીવર બેન્ક્સ વિથ વોટર બોડી એવું નામ આપવામાં આવ્યું છે. ત્યારે એ વાતનો ઉલ્લેખ પણ જરુરી બને છે, કે સરિતા ઉદ્યાન પાસે સંત સરોવર ડેમ બાંધવામાં આવ્યો તે જે તે સમયે તો ગાંધીનગરમાં પીવાના પાણીની વ્યવસ્થા કરવા માટેની યોજના હતી.

આખરે રિવરફ્રન્ટ નહીં પરંતુ ગિફ્ટ સિટી પાસે નદી કાંઠાના વિકાસના નામે રુપિયા ૨૫૦ કરોડના ખર્ચની યોજના હાથ ધરવામાં આવનાર છે. ત્યારે તેના કામની ગુણવતાની ચકાસણી થતી રહે તેના માટે થર્ડ પાર્ટી ઈન્સપેક્શન કરાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે અને જે એજન્સી કામ કરવા તૈયાર થાય તેને ૮૮ લાખ જેવી રકમ ચૂકવવી પડશે તેવો અંદાજ મુકવામાં આવ્યો છે. તેનો અર્થ એવો પણ કરી શકાય કે ગાંધીનગર નજીક પણ અમદાવાદના રિવર ફ્રન્ટ જેવું કંઈક વિકસાવવામાં આવશે તે વાત નક્કી છે.

ટીમ બિલ્ટ ઈન્ડિયા, સૌજન્ય- ગુજરાત સમાચાર.

Show More

Related Articles

Back to top button
Close