બુલેટ ટ્રેન પ્રોજેક્ટ: ટ્રેક, ડિઝાઈન, બાંધકામ માટે 3141 કરોડના કોન્ટ્રાક્ટ
Bullet Train Project: Contract of Rs. 3141 crore for track, design, construction
બુલેટ ટ્રેન પ્રોજેક્ટ મુંબઈ-અમદાવાદ હાઈ સ્પીડ રેલ કોરિડોર માટે ટ્રેક અને ટ્રેક સંબંધિત કામોની ડિઝાઈન, સપ્લાય અને બાંધકામ માટે બીજો કોન્ટ્રાક્ટ 3141 કરોડનો આપવામાં આવ્યો છે.
નેશનલ હાઇ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડે રાજ્યમાં વડોદરા અને સાબરમતી ડેપો વચ્ચે ડબલ લાઇન હાઇ સ્પીડ રેલ્વે અને વર્કશોપ માટે ટ્રેક અને ટ્રેક સંબંધિત કામોના સપ્લાય અને બાંધકામ માટે બીજો કરાર (ટ્રેક કામોને લગતો) કર્યો છે. 3141 કરોડનો આ કરાર મેસર્સ લાર્સન એન્ડ ટુબ્રો લિમિટેડ સાથે કરવામાં આવ્યો છે. (MAHSR T-3 પેકેજ)જાપાનીઝ એચએસઆર (શિંકનસેન) માં ઉપયોગમાં લેવાતી બેલાસ્ટ-લેસ સ્લેબ ટ્રેક સિસ્ટમનો ઉપયોગ ભારતના પ્રથમ HSR પ્રોજેક્ટ (MAHSR) પર કરાશે.
જાપાન રેલ્વે ટ્રેક કન્સલ્ટન્ટ (JRTC) એ કોન્ટ્રાક્ટ માટે RC ટ્રેક બેડ, ટ્રેક સ્લેબ ગોઠવણી અને સતત વેલ્ડેડ રેલ (CWR) ફોર્સ વગેરે જેવા મુખ્ય HSR ટ્રેક ઘટકોની વિગતવાર ડિઝાઇન અને રેખાંકન પ્રદાન કર્યું છે.અગાઉ, વાપી અને વડોદરા વચ્ચે ટ્રેકના કામ માટેનો પ્રથમ કોન્ટ્રાક્ટ મેસર્સ ઇરકોન ઇન્ટરનેશનલ લિમિટેડને 24 ડિસેમ્બર 2021ના રોજ આપવામાં આવ્યો હતો.ઉલ્લેખનીય છે કે બુલેટ ટ્રેન પ્રોજેક્ટને 2026માં કાર્યરત કરવાના ભાગ રૂપે ટ્રેક, સ્ટેશન અને ડેપો સહીતના નિર્માણ કામોએ જોર પકડ્યું છે. બુલેટ ટ્રેન ના રસ્તામાં આવતી નદીઓ પર 20 પુલ બનાવવાનું કામ પણ જોરશોરથી ચાલી રહ્યું છે.
તાપી પર ખોલવડ-કઠોર વચ્ચે 720 મીટર લાંબો બ્રિજ બનાવવાનું કામ ચાલી રહ્યું છે. આ ઉપરાંત નસીલપોરમાં હેવી મશીનો દ્વારા રૂટ નિર્માણની કામગીરી ચાલી રહી છે. ટ્રેક નાખવા માટે 3 પેકેજ બનાવવામાં આવ્યા છે. હવે ગુજરાતમાં બુલેટ ટ્રેનના સંપૂર્ણ રૂટ પર ટ્રેક સંબંધિત કામોના કોન્ટ્રાકટ અપાઈ ચુક્યા છે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા, સૌજન્ય- દિવ્ય ભાસ્કર.
5 Comments