ગોતા, ચાંદખેડામાં હાઉસિંગના ચાર હજારથી વધુ મકાન બનશે; નવેસરથી ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવી
More than four thousand housing units will be built in Gota, Chandkheda; The tender process was conducted anew
ગોતા, ચાંદખેડા અને હાથીજણમાં આગામી પાંચ વર્ષમાં ગુજરાત હાઉસિંગ બોર્ડ 4 હજારથી વધુ મકાન બનાવશે. બોર્ડ તરફથી એકવાર ટેન્ડર પ્રક્રિયા કરાઇ હતી. જેમાં ભાવ વધુ આવતા ફરી ટેન્ડર પ્રક્રિયા કરવામાં આવી છે.
ગુજરાત હાઉસિંગ બોર્ડના ઉચ્ચઅધિકારીએ નામ ન આપવાની શરતે કહ્યું કે, ઇડબલ્યુએસ, એલઆઇજી, એમઆઇજી અને એચઆઇજીના મળી ચાર હજાર મકાનો આવનાર પાંચ વર્ષમાં બનશે. જેમાં ગોતામાં 250, ચાંદખેડામાં 2500થી 3000 અને હાથીજણમાં 1000 વિવિધ કેટેગરીના મકાનો બનશે. છેલ્લા કેટલાક સમયથી બિલ્ડિંગ મટીરિયલના ભાવ અણધાર્યા વધી ગયા છે. જેના લીધે ભાવ વધુ આવતા ટેન્ડર પ્રક્રિયા ફરી કરવાનો વારો આવ્યો છે.
સૂત્રો કહે છેકે, હાલની સ્થિતિ જોતા 5 વર્ષમાં 4 હજાર મકાનો બનવા અશક્ય છે. ગુજરાત હાઉસિંગ બોર્ડની 25 સોસાયટીઓમાં રિડેવલપમેન્ટની પ્રક્રિયા પણ વિવાદોને કારણે અટકી છે. જો સરકાર તેનો ઉકેલ આવે તો હજારો મકાનો બની શકે છે. હાઉસિંંગ બોર્ડની નીતિ બિલ્ડરના લાભાર્થે હોવાથી વિવાદનો ઉકેલ જ આવતો નથી.
ટીમ બિલ્ટ ઈન્ડિયા, સૌજન્ય- દિવ્ય ભાસ્કર
9 Comments