અફોર્ડેબલ હાઉસિંગ માટે વીકેન્ડમાં ઈન્કવાયરી ડબલ થઈ, પૂર્વમાં 150થી વધુ સ્કીમો આકાર લઈ રહી છે
Weekend inquiries for affordable housing doubled, with more than 150 schemes taking shape in the East
કોરોનાની બીજી લહેર પછી મંદ પડી ગયેલો રિયલ એસ્ટેટ ક્ષેત્ર ત્રીજી લહેર પછી ફરી ટ્રેક પર આવી ગયો છે. હવે વીકેન્ડમાં ઈન્કવાયરી 9થી વધી 20 સુધી પહોંચી છે. નરોડાથી નારોલ અને નિકોલનો પૂર્વના પટ્ટામાં અફોર્ડેબલ હોમની 150 જેટલી સ્કીમ આકાર લઈ રહી છે. જ્યારે 70 લાખથી 1 કરોડ સુધીના ફ્લેટ-બંગ્લોઝની 20 જેટલી સ્કીમ પણ આકાર લઈ રહી છે. જોકે, કન્સ્ટ્રક્શન કોસ્ટ 30 ટકા જેટલી વધી છે જેને લઈને 1 વારે 5 હજારનો વધારો જોવા મળ્યો છે.
બીજી તરફ હંસપુરા નિકોલ જેવા વિસ્તારો ધીમી પણ મક્કમ ગતિએ પોશ એરિયાની સ્કીમો જેવું એલિવેશન આપી રહ્યાં છે. 600 કરતા વધારે વર્ષ જૂના અમદાવાદ હેરિટેજ સિટીમાં હવે પૂર્વ વિસ્તારમાં પણ આગામી બે વર્ષમાં પેલેસ લુક ધરાવતી સ્કીમો આકાર પામશે.
પૂર્વ વિસ્તારમાં 20થી 50 લાખના બજેટમાં આવતી 150 કરતા વધારે એફોર્ડેબલ સ્કીમ આકાર લઈ રહી છે. જોકે, 15થી 35-40 લાખના બજેટમાં ઘર લેતો વર્ગ હવે આર્થિક રીતે સધ્ધર થતાં 50 લાખ સુધી ખર્ચે છે. શરત એટલી કે તેને અંડરગ્રાઉન્ડ પાર્કિંગ, પ્લે એરિયા સહિતની તમામ એમિનિટીઝ મળવી જોઈએ. હવે વીકેન્ડમાં ઈન્કવાયરી 20 સુધી પહોંચી છે. – હરેશ વસાણી, પ્રેસિડેન્ટ
હવેની સ્કીમમાં 90 ટકા સ્કીમમાં અંડરગ્રાઉન્ડ પાર્કિંગ હોય છે. વસ્તી વધારાને લીધે વાહનો વધતાં ગ્રાહક પાર્કિંગ સ્પેસ માગે છે. પશ્ચિમની જેમ પૂર્વમાં પણ ગ્રાહક હવે મોડર્ન એમિનિટીઝની ડિમાન્ડ કરે છે. પશ્ચિમની સરખામણીએ 75 લાખથી 1 કરોડના ફ્લેટ સામે નારોલ વટવામાં 70થી 95 લાખ સુધીમાં બંગ્લોઝ મળે છે. – સની રામી, બિલ્ડર
હંસપુરા જેવા વિસ્તારોમાં બંગ્લોઝના કોન્સેપ્ટમાં ફ્લેટ બની રહ્યાં છે. આપણું શહેર હેરિટેજ સિટી તરીકે ઓળખ પામ્યું છે ત્યારે પેલેસ જેવો લુક ધરાવતા ફ્લેટ તે અમારી પ્રાયોરિટી છે. નરોડાથી નારોલ સુધીમાં હવે ઘર માટે 50થી 70 લાખનું બજેટ ધરાવતા પરિવાર વધ્યાં છે. જ્યાં જુદી-જુદી 75 જેટલી એમિનિટીઝ હશે. – કૌશલ પટેલ, બિલ્ડર
ટીમ બિલ્ટ ઈન્ડિયા, સૌજન્ય- દિવ્ય ભાસ્કર.
9 Comments