ConstructionGovernmentGovtHousingPROJECTSUrban Development

આગામી સમયમાં અમદાવાદ અને ગાંધીનગરમાં નિર્માણ થશે, 37 હજાર એફોર્ડેબલ હાઉસિંગ

In the near future, 37 thousand affordable housing will be constructed in Ahmedabad and Gandhinagar

શહેરમાં એફોર્ડેબલ હાઉસિંગ નાગરિકોને બે લાખ જેટલા સસ્તા મળે તે માટે મુખ્યમંત્રીના નિર્દેશ બાદ અમદાવાદ મ્યુનિ., ઔડા (અમદાવાદ શહેરી વિકાસ સત્તા મંડળ) અને ગુડા (ગાંધીનગર શહેરી વિકાસ સત્તા મંડળ) દ્વારા સંયુક્ત રીતે 275 જેટલી એફોર્ડેબલ મકાનો બનાવવાની ફાઇલોને મંજૂરી આપી દેવાઈ છે, જેને કારણે આ વિસ્તારોમાં આગામી દિવસોમાં 37 હજાર જેટલા મકાનો ઝડપથી તૈયાર થઈ જશે. સૌથી લાંબી પ્રક્રિયાવાળા ગણાતા એસ્ટેટ વિભાગમાં જે ફાઇલોને મ્યુનિ.માં પસાર થઈ મંજૂરી મળતાં 3 મહિના લાગે તેવી ફાઇલો માત્ર 7 દિવસમાં મંજૂર થઈ ગઈ. એક ફાઇલ જે 23 માર્ચે ફાઇલ થઈ હતી, તેની મંજૂરી બિલ્ડરને 29 માર્ચે જ મળી ગઈ હતી.

અમદાવાદ ક્રેડાઈના પ્રેસિડન્ટ તેજસ જોષીએ જણાવ્યું કે, કેન્દ્ર સરકાર દ્વારા કલમ 80 આઈબી હેઠળ મેટ્રો શહેરોમાં રેરા એક્ટમાં દર્શાવ્યા પ્રમાણે 60 મીટરની મર્યાદાના એફોર્ડેબલ મકાનો બનાવનારા પ્રોજેક્ટમાં ઇન્કમટેક્સ અને એમએટીમાં રાહત અપાય છે. આ યોજના હેઠળ લાભ મળવાની મુદત 31 માર્ચે પૂરી થતી હતી. આથી ક્રેડાઈએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ રજૂઆત કરી હતી કે, જો એફોર્ડેબલ હાઉસિંગ પ્રોજેક્ટની ફાઇલો ઝડપથી મંજૂર થાય તો નાગરિકોને તેનો સીધો લાભ મળી શકે છે. આ રજૂઆત ધ્યાને લઈ મુખ્યમંત્રીની સૂચનાથી અમદાવાદ, ઔડા, ગુડા દ્વારા આવા પ્રોજેક્ટ્સને મંજૂરી આપવા સ્પેશિયલ વિન્ડો સિસ્ટમ અપનાવાઈ હતી. પરિણામે આ 3 સત્તામંડળો દ્વારા 1.50 લાખ કરોડના 275 પ્રોજેક્ટને મંજૂરી અપાઈ છે. જ્યાં 37 હજાર જેટલા મકાનો બનશે તેનો ફાયદો ગ્રાહકોને મળી શકશે

ટીમ બિલ્ટ ઇન્ડિયા, સૌજન્ય:- દિવ્ય ભાસ્કર.

Show More

Related Articles

Back to top button
Close