GovernmentHousingNEWSPROJECTS
મનાલીને જોડતો 48 કિ.મી લાંબો નેશનલ હાઈવેનું નિર્માણ ડિસે. 2022માં પૂર્ણ થશે- નિતીન ગડકરી
The ongoing work 4-laning of 48 km long Kiratpur Nerchowk NH to be completed by December 2022.
હિમાલયની ગોદમાં વસેલા મનાલી જેવા અત્યંત આકર્ષક પ્રર્યટન વિસ્તારને જોડતો કિરાતપુરથી નેરચોક સુધીનો 48 કિલોમીટર લાંબો ફોર લેન નેશનલ હાઈવેનું નિર્માણ કાર્ય ડિસેમ્બર-2022માં પૂર્ણ થશે. આ હાઈવે પર કુલ 5 ટનલ અને 22 મોટા બ્રિજ નિર્માણ પામી રહ્યા છે.
આ પ્રોજેક્ટથી કિરાતપુરથી કુલુ વચ્ચેના અંતરમાં 4 કલાકનો ઘટાડો થશે અને પ્રવાસનને વેગ મળશે સાથે જ સ્થાનિક લોકોની સમૃદ્ધિ પણ વધશે.
નિતીન ગડકરીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં અત્યાધુનિક રસ્તાઓનું નિર્માણ અને સીમલેસ કનેક્ટિવિટી પ્રદાન કરવી એ ભારત સરકારની કટિબદ્ધતા છે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા.
7 Comments