ધોલેરા-અમદાવાદ ગ્રીનફિલ્ડ એક્સપ્રેસ વેનું નિર્માણકાર્ય પૂરજોશ શરુ, 2023માં થશે સમાપન
Express Highway Today's Work Status.. Ahm-Dholera Non Stop Exp Highway will be Ready in March 2023.
ધોલેરા સરને જોડતો 109 કિલોમીટરની લંબાઈ ધરાવતો અમદાવાદ-ધોળકા એક્સપ્રેસ વેનું નિર્માણકાર્ય પૂરજોશમાં શરુ કરી દેવામાં આવ્યું છે. હાલ એક્સપ્રેસ વેના રીમાર્ક પણ થઈ ગયા છે. તેમ જ જ્યાં જ્યાં બ્રીજ આવી રહ્યા છે ત્યાં બ્રીજનું નિર્માણકાર્ય શરુ કરી દેવામાં આવ્યું છે. જે તમે આ વિડીયો પરથી જોઈ શકશો.
ગુજરાતનું આર્થિક પાટનગર અમદાવાદ શહેરને ધોલેરા સર સાથે જોડવા કેન્દ્ર સરકારના રોડ અને ટ્રાન્સપોર્ટ મંત્રાલય અંતર્ગત કામ કરતી નોડલ એજન્સી નેશનલ હાઈવે ઓથોરીટી ઓફ ઈન્ડિયાએ અમદાવાદ-ધોલેરા ફોર લેન એક્સપ્રેસ વેનું નિર્માંણકાર્યની તૈયારીઓ શરુ કરી દીધી છે. અને 2023 સુધી નિર્માણકાર્ય પૂર્ણ થશે.
નોંધનીય છેકે, આ ગ્રીનફિલ્ડ એક્સપ્રેસ લિનીઅર હશે. સરદાર પટેલ રીંગ-સરખેજથી, ધોલેરા સર અને નવાગામ સ્થિત ધોલેરા ઈન્ટરનેશનલ એરપોર્ટને જોડશે. આ એક્સપ્રેસ વે દિલ્હી-મુંબઈ ઈન્ડસ્ટ્રીયલ કોરીડોર પ્રોજેક્ટનો એક હિસ્સો છે.
કુલ 3500 કરોડના ખર્ચે નિર્માંણ પામનાર અમદાવાદ-ધોલેરા એક્સપ્રેસ વેનું નિર્માંણકાર્યનું કામ પણ આપી દેવામાં આવ્યું છે. એક્સપ્રેસ વે નિર્માંણકાર્યમાં કુલ ચાર પેકેજ છે. જેમાં પેકેજ-1(સરદાર પટેલ રીંગથી સિંદરેજ ગામ સુધી 22 કિલોમીટર) અને પેકેજ-2 સિંદરેજ ગામથી વેજલકા ગામ સુધી 26.52 કિલોમીટર. આ બંને પેકેજનું કામ સદભાવ એન્જીનીયરીંગ લિમિટેડ કરી રહ્યું છે. જ્યારે પેકેજ-3( વેજલકા ગામથી ધોલેરા સ્પેશિયલ ઈન્વેસ્ટમેન્ટ રીઝિન સુધીનો 22.54 કિલોમીટરનું નિર્માંણકાર્ય મુંબઈની જીએસવી કંપની નિર્માંણ કરી રહી છે. પેકેજ-4( ડીએસઆઈઆર ઝોન થી ભાવનગરના અધેલાઈ ગામ સુધીનો 38 કિલોમીટરનો એક્સપ્રેસ વે દિનેશચંદ્ર અગ્રવાલ કંપની નિર્માંણ કરી રહી છે. આમ કુલ ચાર પેકેજમાં અમદાવાદ-ધોલેરા એક્સપ્રેસ વે નિર્માંણ પામશે.
આ એક્સપ્રેસ વે ગુજરાતના કુલ ત્રણ સ્ટેટ હાઈવેને ક્રોસિંગ કરે છે. જેમાં સ્ટેટ હાઈવે-74 બાળવા-થી-ધોળકા, જે ધોળકાની સીમમાં આવેલા સિંદરેજ ગામ નજીકથી પ્રસાર થાય છે. બીજો સ્ટેટ હાઈવે-08 બગોદરા-થી-વટામણ, જે વેજલકા ગામથી નજીક પડે છે. અને ત્રીજો સ્ટેટ હાઈવે-06 ધોલેરા-થી- વટામણ. આમ આ ત્રણ સ્ટેટ હાઈવેનો સમાવેશ થાય છે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા.
6 Comments