સરકારે ધોલેરા રોડ પ્રોજેક્ટ માટે હેક્ટરદીઠ જમીનના 1.5 લાખ ભાવ સામે 70.80 લાખનો ભાવ ચૂકવ્યો
The government paid Rs 70.80 lakh for the Dholera road project as against Rs 1.5 lakh per hectare
અમદાવાદ જિલ્લામાં ધોલેરા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રીજન (સર) સાથે સરદાર પટેલ રિંગ રોડથી ધોલેરા સર સુધી 109.019 કિમી લંબાઈનો 4/6 લેનનો એક્સપ્રેસ હાઈવે બનશે, જેને લીધે સરખેજથી ધોલેરાનો રસ્તો બે કલાકના બદલે 80 મિનિટનો થશે. ધોલેરાના 109.019 કિમીના રોડ પ્રોજેક્ટ માટે સરકારે હેક્ટરદીઠ જમીનના દોઢ લાખ ભાવ સામે 70.80 લાખ ભાવ ચૂકવી 1247 જમીનમાલિક પાસેથી કબજો મેળવ્યો છે. કુલ 1462માંથી 215 ખાતેદારને 76.19 કરોડ ચૂકવવાના બાકી છે. 2018થી જમીન સંપાદન ચાલતંુ હતું. હાલ 92 ટકા કામ પૂર્ણ થયું છે, બાકીનું આઠ ટકા કામ 31 માર્ચ સુધીમાં પૂર્ણ થઈ જશે.
2021થી ઇન્ફાસ્ટ્રક્ચરનું રોડનું કામ શરૂ થયું છે. જમીન સંપાદન સહિત આ પ્રોજકટની પ્રાથમિક અંદાજિત રકમ 4822 કરોડ રૂપિયા છે. પ્રોજેક્ટ પાછળ કુલ રકમ 6802 કરોડનો ખર્ચ થવાનો અંદાજ છે. ધોલેરા સર પ્રોજેકટ વિઘ્ન વગર પાર પાડવા સરકારે ખેડૂતોને જમીનના એક વીઘાના દોઢ લાખ બજાર ભાવની સામે 70 લાખ જેટલી માતબર રકમ અંદાજે 46 ગણા વધુ ભાવ આપ્યા છે. અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઇવે કરતા ઘણો સારો એક્સપ્રેસવે બનવાનો દાવો કરાયો છે.
અમદાવાદ જિલ્લા કલેકટર સંદીપ સાંગલે કહ્યું કે, એકસપ્રેસવે પ્રોજેકટમાં સનાથલથી ધોલેરા તાલુકાના પીંપળીગામ સુધીના 71.07 કિ.મી.સુધી એલીવેટેડ કોરિડોર રહે છે. આ પ્રોજેક્ટને ચાર વિભાગમાં વહેલી દેવાયો છે. પ્રોજેકટના પેકેજ 1,2 અને 3માં સમાવેશ થતાં 24 ગામોની ખાનગી માલિકોની 889.19 હેકટર જમીન નેશનલ હાઇવે એક્ટ, 1956ની જોગવાઇઓ નીચે સંપાદન કરીને કુલ 949.10 કરોડ રૂપિયાનું વળતર નક્કી કરાયું છે. તે માટે 1462 ખાતેદારોની જમીન સંપાદન કરાઇ છે. આમાંથી 1247 ખાતેદારોની 872.91 કરોડ રૂપિયાનું વળતર ચૂકવી 816.38 હેકટરની જમીનનો કબજો મેળવી લેવાયો છે. આ રીતે જમીન સંપાદનની 92 ટકા કામગીરી પૂર્ણ થઇ છે.
એકસપ્રેસવે પોરજેકટની સાથે એમઆરટીએસ પ્રોજેકટનું પણ આયોજન કરાયું છે. અમદાવાદથી પીંપળી સુધી 120 મીટર પહોળાઇના (આરઓડબલ્યુ)માં 30 મીટર પહોળાઇમાં એમઆરટીએસ રેલ પ્રોજેકટ અને 90 મીટર પહોળાઇમાં એકસપ્રેસવે પ્રોજેકટનું બાંધકામ થશે. ધોલેરા સર તથા ધોલેરા ઇન્ટરનેશનલ એરપોર્ટ સુધીનું અંતર આ પ્રોજેકટના કારણે ઓછું થઇ જશે. ધોળકાના મોટાભાગના ગામોનો વિકાસ થશે. જમીન સંપાદન પ્રોજેકટમાં એક પણ કોર્ટ કેસ થયો નથી.
કુલ 6 ટોલ પ્લાઝા ઊભા કરાશે
આ પ્રોજેકટમાં 7 મુખ્ય બ્રિજ, 8 માઇનોર બ્રિજ અને 13 કેનાલ બ્રિજ તેમજ 3 રેલવે ઓવર બ્રિજ બનશે. ઉપરાંત 8 ઇન્ટરચેન્જ રોડ બનશે. 27 જેટલા ફલાય ઓવર અને વ્હીકલ અંડર પાસ તેમજ 49 જેટલા લાઇન વ્હિક્યુલર અંડર પાસ બનાવવાનું મંજૂર કરાયું છે. કુલ 6 ટોલ બનશે, જેમાં 3 મેઇન અને 3 બાયપાસ પ્લાઝા હશે.
ધોલેરા એક્સપ્રેસ અમદાવાદ-વડોદરા કરતા પણ વધુ પ્રભાવશાળી
પેકેજ-1: 0.22 કિ.મી.
બાદરાબાદ, સનાથલ, વિસલપુર, ફતેહવાડી, તાજપુર, ભાત, વાસણા-ચાચરવાડી, ચલોડા, કાવિઠા અને જુવાલ રૂપાવટી મળી કુલ 10 ગામોની જમીનનો સમાવેશ થાય છે.
પેકેજ–2: 22-48 કિ.મી.
જલાલપુર, ગોધનેશ્વર, સરંઢી, રૂપગઢ, સીંધરેજ, કેસરગઢ, કરિયાણા, લાણા, ખાનપુર અને વેજલકા એમ કુલ 9 ગામોનો સમાવેશ થાય છે.
પેકેજ–3: 48થી 71.071 કિ.મી.સુધી
ધોલેરા તાલુકાના ગામ ભોળાદ, પીંપળી, વાલિન્દા, સરગવાળા અને આનંદપૂર મળી કુલ પાંચ ગામોનો સમાવેશ થાય છે.
પેકેજ–4: 71.071 કિ.મી.થી 109.019 સુધી
ધોલેરા સર વિસ્તાર અને બાવળીયાળી ગામની જમીનનો સમાવેશ થાય છે.
કોઈપણ પરેશાની વિના જમીન સંપાદનનું કામ પૂર્ણ
આ એકસપ્રેસ હાઇવેને ધોલેરા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજન તરીકે ઓળખવામાં આવશે. ઉચ્ચ અધિકારીએ કહ્યું કે, ધોલેરાનો આ એકસપ્રેસ અમદાવાદ–વડોદરા કરતાં પણ વધુ સમૃદ્ધ બનશે. કોઇપણ પરેશાની વિના જમીન સંપાદનનું કામ પૂર્ણ થયું છે.
1462માંથી જમીન વળતર વહેંચણીના કેસ માત્ર 50
સમગ્ર પ્રોજેકટમાં જમીન સંપાદનની પ્રક્રિયા સૌથી જટિલ હતી. જેમાં 1462 ખાતેદારોમાંથી જમીન વળતર વહેંચણીના જટિલ કેસ માત્ર 50 હતા. પક્ષકારોની સુનાવણી આપી 50 કેસનો પણ નિકાલ કરીને 125 કરોડ રકમની વહેંચણી કરીને પારદર્શક પ્રક્રિયા કરી હતી.
સગા ભાઈનો બહેનોને હક આપવા ઇનકાર
ધોળકામાં મુસ્લિમ સમાજના રસપ્રદ કિસ્સામાં સગા ભાઈએ બે બહેનોને વળતરની 153.44 લાખની રકમમાંથી હક આપવા ઇનકાર કરી દીધો હતો. બંને બહેનો દ્વારા અધિકારીને ફરિયાદ બાદ તેમને વળતર અપાયું હતું.
NH એક્ટ 1956ની જોગવાઈ હેઠળ જમીન સંપાદન થાય છે
જમીન સંપાદનની કામગીરી નેશનલ હાઇવે એક્ટ 1956ની જોગવાઈ હેઠળ થાય છે. સંપાદિત જમીનનું વળતર નવા જમીન સંપાદન કાયદા-2013ની કલમ 26થી 30 મુજબ વળતર નક્કી થાય છે. વળતર નક્કી કરવામાં પ્રાથમિક જાહેરનામા અગાઉ ત્રણ વર્ષ સુધીના વેચાણ દસ્તાવેજમાં સૌથી ઊંચા 50 ટકા વેચાણોની સરેરાશ કિંમત અને પ્રવર્તમાન જંત્રી ભાવ આ બેમાંથી વધુ હોય તેને ધ્યાનમાં લઈ વળતર નક્કી થાય છે. ગ્રામ્ય વિસ્તારમાં માર્કેટ વેલ્યુથી ચાર ગણી વધુ રકમ ઉપરાંત વળતરની તારીખ સુધીમાં 12 ટકા વધારો પણ મળે છે.
જમીન સંપાદન કાયદાને સિવિલ કોર્ટમાં પડકારી શકાય નહીં
જમીન સંપાદન નવા કાયદાની કલમ-63ને જિલ્લા કોર્ટ કે સિવિલ કોર્ટમાં પડકારી શકાય નહીં. અરજદારને વાંધો હોય તો સીધો હાઇકોર્ટ અને સુપ્રિમ કોર્ટમાં પડકારી શકે છે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા, સૌજન્ય- દિવ્ય-ભાસ્કર
6 Comments