જૂઓ- શ્રીકાશી વિશ્વનાથ કોરીડોરના નિર્માંણકર્તાં પીએસપી પ્રોજેક્ટસ્ લિ.ના સીએમડીની ખાસ મુલાકાત.
Watch: Exclusive interview of PS Patel, CMD, PSP Projects Ltd. over Kashi Vishnathdham Corridor
તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શ્રીકાશી વિશ્વનાથધામ કોરીડોરનું ભવ્ય લોકાર્પણ કર્યું હતું. તે દરમિયાન ગુજરાતનું લિડીંગ બિલ્ડિંગ અને કંસ્ટ્રક્શન મેગેઝિન બિલ્ટ ઈન્ડિયાએ મીડીયા કવરેજ કર્યું હતું. તે સમયે કાશી વિશ્વનાથધામ કોરીડોરનું ઝડપી અને સમયમર્યાદામાં નિર્માંણકર્તા કંસ્ટ્રક્શન કંપની પીએસપી પ્રોજેક્ટસ્ લિમિટેડના સીએમડી પી એસ પટેલ સાથે રુબરુ મુલાકાત કરી હતી. જેમાં પીએસ પટેલે જણાવ્યું હતું કે, કાશી વિશ્વનાથ કોરીડોર પ્રોજેક્ટસ્ નું નિર્માંણ ખરેખર ખૂબ જ પડકારરુપ હતું. પરંતુ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું માર્ગદર્શન અને પ્રોજેક્ટને સમયમર્યાદામાં પૂર્ણ કરવા માટેની પ્રબળ ઈચ્છાશક્તિએ આવા ભવ્ય પ્રોજેક્ટને પૂર્ણ કરવા માટે એક મોટું પ્રોત્સાહન મળ્યું હતું.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, આ પ્રોજેક્ટ નિર્માંણમાં તો, બિલ્ડિંગ મટેરીયલનું ટ્રાન્સપોર્ટેશન કરવું ખૂબ જ અગરુ હતું. કાશી, મંદિરોની નગરી હોવાથી, અનેક મંદિરો અને નાની ગલીઓ વચ્ચે આવા ભવ્ય અને વિશાળ નિર્માંણકાર્ય કરવું એ ખૂબ જ મુશ્કેલ ભર્યું હતું, છતાં પણ, બાબા વિશ્વનાથના આર્શીવાદથી કોરીડોરનું નિર્માંણકાર્ય ઝડપી સમયમર્યાદામાં પૂર્ણ થયું તેનો મને અને મારી સમગ્ર ટીમને એક વિશેષ આનંદ છે.
બિલ્ટ ઈન્ડિયાના સલાહકાર અને રાજકીય વિશ્લેષક એવા હર્ષદ બ્રહ્મભટે પણ બિલ્ટ ઈન્ડિયા સહિત દેશના નામાંકિત આર્કીટેક્ટ અને પદ્મશ્રી ડૉ. બિમલ પટેલ અને પીએસપી પ્રોજેક્ટના સીએમડી પી.એસ. પટેલને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા છે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા.
17 Comments