GovernmentNEWS
ગુજરાતના શહેરોમાં પ્રદૂષણ ફેલાવતા ઉદ્યોગોને જમીન-પ્લોટ ફાળવવાનું બંધ થશે.
Government will be stop allot land to pollution spreading industries in urban areas.

રાજ્યમાં પહેલીવાર આઠ મ્યુનિસિપલ કોર્પોરેશનો અને 156 નગરપાલિકાઓના ડેવલોપમેન્ટ પ્લાન અને ટાઉન પ્લાનિંગ યોજનાઓમાં કેમિકલ પ્લાન્ટ માટેની જોગવાઈઓને દૂર કરવા માટેની સંપૂર્ણ માર્ગદર્શિકા દિવાળીના થોડા અઠવાડિયા પછી રાજ્યના શહેરી વિકાસ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવશે.

રાજ્યના શહેરી વિકાસ વિભાગે આ માટે પહેલાથી જ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (GPCB) પાસેથી કેમિકલ એકમોના પ્રકારોની યાદી માંગી છે. જે નવી આગામી માર્ગદર્શિકામાં સમાવવામાં આવશે. આ એકમો જોખમી રસાયણો ઉત્પન્ન કરતા હોય, ઝેરી કચરાનો નિકાલ કરતા હોય અથવા જોખમી ઔદ્યોગિક વાયુઓ બહાર કાઢતી ચીમની ધરાવતા હોવા જોઈએ. તેનો સમાવેશ આ લિસ્ટમાં કરવામાં આવશે. ગત વર્ષે જુલાઈમાં વિજય રૂપાણી સરકારે આ દિશામાં ચર્ચા શરૂ કરી હતી
ટીમ બિલ્ટ ઈન્ડિયા. સૌજન્ય- ટાઈમ્સ ઓફ ઈન્ડિયા
19 Comments