HousingNEWS

અમદાવાદનું એચઆર ગ્રુપ, બે વર્ષમાં 1 હજાર પોષણક્ષમ આવાસો નિર્માંણ કરશે.

Ahmedabad-based HR Group will build 1,000 affordable homes in two years.

અમદાવાદના જાણીતા એચ.આર ગ્રુપ, ઘરનું ઘર આપવા માટે સતત કટિબદ્ધ છે. એચ.આર ગ્રુપના મેનેજિંગ ડાયરેક્ટર રોનિલ શાહના જણાવ્યાનુસાર, આજ સુધીમાં એચ.આર ગ્રુપે કુલ 250 જેટલા અર્ફોડેબલ મકાનોનું સફળતા પૂર્વક ગ્રાહકોને આપ્યાં છે. અને હજુ પણ 750થી પણ વધારે અર્ફોડેબલ મકાનો નિર્માંણાધીન છે, જે આવનારા બે વર્ષમાં અમે ગ્રાહકોને સુપ્રત કરીશું.

એચ.આર. ગ્રુપ અમદાવાદના સાઉથ બોપલ અને શેલામાં એર્ફોડેબલ હાઉસ નિર્માંણ કરી રહ્યું છે. અમારા અર્ફોડેબલ હાઉસિંગમાં વિશિષ્ટતા એ છેકે, બે અલગ-અલગ સેગમેન્ટમાં આપવામાં આવી રહ્યાં છે. 1 બીએચકેથી 3 બીએચકે અર્ફોડેબલ હાઉસ નિર્માંણ કરવામાં આવી રહ્યાં છે. જોકે, આ તમામ મકાનો સરકારશ્રીની અર્ફોડેબલ હાઉસિંગની પરિભાષામાં નિર્માંણ પામી રહ્યા છે.

નોંધનીય છેકે, ભારત સરકાર હાઉસિંગ ફોર ઓલ અભિયાન અંતર્ગત દેશના દરેક પરિવારને ઘરનું ઘર આપવા કટિબદ્ધ છે. આવા ઉમદા કાર્યના મહાયજ્ઞમાં એચઆર ગ્રુપ પણ પોષણક્ષમ આવાસો નિર્માંણ કરીને, ભારત સરકારના અર્ફોડેબલ હાઉસિંગ અભિયાનને વેગ પુરો પાડી રહ્યું છે.

ટીમ બિલ્ટ ઈન્ડિયા.

Show More

Related Articles

Back to top button
Close