
અમદાવાદમાં ક્રેડાઈ ફાઉન્ડેશનના ઉદ્દઘાટન કાર્યક્રમમાં દરમિયાન, ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે, ડેવલપર્સને રીયલ એસ્ટેટ સેક્ટરમાં વહીવટી સુધારા લાવવાની ખાતરી આપતાં જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર રીયલ એસ્ટેટ માર્કેટમાં વહીવટી સુધારા લાવવા માટે કટિબદ્ધ અને કાર્યશીલ છે. રીયલ એસ્ટેટ સેક્ટરનો નાનામાં નાના પ્રશ્નનો પણ ઉકેલ લાવવામાં આવશે અને અમારી સરકાર ક્યારેય પણ કંઈ જ ખોટું થવા નહીં દે તેવું મુખ્યમંત્રીએ ડેવલપર્સને જણાવ્યું હતું.


ક્રેડાઈ ઈન્ડિયાના વાઈસ પ્રેસિડેન્ટ શેખર પટેલે જણાવ્યું હતું કે, ડેવલપર્સને લેન્ડ એનએ-એનઓસી, પ્લાન પાસ, અને રેરા રજિસ્ટ્રેશન જેવી ફાઈલો પાસ કરાવવામાં સરકાર તરફથી વિલંબ થાય છે પરિણામે, ડેવલપર્સ સમયમર્યાદામાં પ્રોજેક્ટ પૂર્ણ કરી શકતા નથી. પરિણામે, ગ્રાહકોને નુકસાન થાય છે. જેથી, રાજ્ય સરકાર 3 મહિનાની સમયમર્યાદામાં આ પ્રોજેક્ટની મંજૂરીઓ અંગે ફાઈલોનું ક્લિયરીંગ કરે તેવી માંગ કરી હતી.


ઉલ્લેખનીય છેકે, ક્રેડાઈ ફાઉન્ડેશન ઉદ્દઘાટન કાર્યક્રમમાં મોટીસંખ્યામાં હોદ્દેદારો અને સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે મહિલાઓની નવી રચાયેલી મહિલા વિંગ પણ ઉપસ્થિત રહીને, કાર્યક્રમની શોભા વધારી હતી.
ટીમ બિલ્ટ ઈન્ડિયા.
21 Comments