હવે બિલ્ડરોની વ્યવસાય અંગેના નીતિ-નિયમોની ભંગ કરવાની માનસિકતા નથી- મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ

ક્રેડાઈ અમદાવાદ-ગાહેડના ત્રિદિવસીય ભવ્ય પ્રોપર્ટી ઓલિમ્પિયાડના શુભારંભ દરમિયાન, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે, ગુજરાતના બિલ્ડર્સની કાર્યપદ્ધતિ, ગુજરાતના ગ્રીન ઇન્ફ્રાસ્ટ્રક્ચરની સાથે શહેરી વિકાસની નવી ક્ષિતિજોને દર્શાવતા સુંદર આયોજન બદલ GIHED ની સમગ્ર ટીમને હાર્દિક શુભકામના આપતાં જણાવ્યું હતું કે, હવે બિલ્ડરોની પોતાના વ્યવસાય અંગેના નીતિ-નિયમો અંગેના નીતિ-નિયમોને ભંગ કરવાની માનસિકતા નથી.

વધુમાં મુખ્યમંત્રીએ પર્યાવરણની ચિંતા કરતાં જણાવ્યું હતું કે, આજે ગ્લોબલ વોર્મિંગ જેવા પડકારો સામે વરસાદી પાણીના સંગ્રહ, ભૂગર્ભ જળ સંરક્ષણ અને ઊર્જા બચત જેવા પગલાં આજથી જ અમલમાં મૂકવા જરૂરી છે. પર્યાવરણની જાળવણી સાથે વિકાસ કરવો એ વિકસિત ભારત તરફનો માર્ગ છે. રીઅલ એસ્ટેટ સેક્ટર આ અંગે પુરી જાગૃતિ અને જવાબદારી સાથે આગળ વધશે તેવો વિશ્વાસ મુખ્યમંત્રીએ વ્યક્ત કર્યો હતો.

નોંધનીય છે કે, ક્રેડાઈ અમદાવાદ- GIHED ના ભવ્ય પ્રોપર્ટી ઓલમ્પિયાડના શુભારંભ પ્રસંગે, “આ અમદાવાદનો દસકો છે” ફિલ્મનું ભવ્ય લોન્ચિંગ મુખ્યમંત્રીએ પ્રસંશા કરી હતી. આ અમદાવાદનો દસકોની ફિલ્મ દર્શાવવા માટે ક્રેડાઈ અમદાવાદ ગાહેડની ટીમે, 300 ફૂટ લાંબી અને 30 ફૂટ ઊંચી ભવ્ય થ્રી એનિમેટેડ એલઈડી નિર્માણ કરી હતી. જે સમગ્ર ભારતમાં પહેલી કોઈ પ્રોપર્ટી શોમાં થયું હોય તેવું લાગી રહ્યું હતું.

આવનાર દાયકામાં અમદાવાદ અનેક ગણો વિકાસ કરશે. પ્રોપર્ટી, ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ઉદ્યોગ ક્ષેત્રે થઈ રહેલી પ્રગતિથી રાજ્યની આર્થિક શક્તિ વધુ મજબૂત બનશે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા.



