GovernmentNEWS
ગુજરાતની સ્થાપના બાદ, પ્રથમવાર ગુજરાતને પેન્ટ-શર્ટવાળા મુખ્યમંત્રી મળ્યા.
Gujarat got first CM, who in Pent-Shirt, after Gujarat establishment.

બિલ્ટ ઈન્ડિયાના સલાહકાર અને રાજકીય વિશ્લેષક હર્ષદ બ્રહ્મભટ્ટના જણાવ્યાનુસાર, ગુજરાતની સ્થાપના બાદ, ગુજરાત રાજ્યને પ્રથવાર પેન્ટ-શર્ટવાળા મુખ્યમંત્રી મળ્યા છે. ગુજરાતના 17મા મુખ્યમંત્રી તરીકે નવનિયુક્ત થયેલા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે શપથવિધી દરમિયાન પણ પેન્ટ-શર્ટ પહેર્યા હતા.

શપથવિધીના આગળના દિવસે તેઓ જ્યાં મળ્યા ગયા ત્યાં પણ પેન્ટ શર્ટ પહેરીને જ ગયા હતા.

જામનગરની મુલાકાત દરમિયાન પણ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે પેન્ટ-શર્ટ જ પહેર્યા હતા.

ઉલ્લેખનીય છેકે, ગુજરાત પ્રદેશના પ્રમુખ સી.આર. પાટીલ પણ પેન્ટ-શર્ટ જ પહેરે છે.

આમ આધુનિક ગુજરાતના રાજકારણમાં આ એક નવો ચિલો શરુ થયો છે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા.
16 Comments