GovernmentNEWS

ઘાટલોડિયાના ધારાસભ્ય, ભુપેન્દ્ર પટેલ બન્યા ગુજરાતના નવા મુખ્યમંત્રી, કાલે માત્ર ભૂપેન્દ્ર પટેલ CM પદના લેશ શપથ.

Bhupendra Patel is New Chief Minister Of Gujarat

રાજયના નવા મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલની જાહેરાત થયા બાદ પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી. જેમાં આવતીકાલે નવા સીએમની શપથવિધિ યોજવામાં આવશે. સાંજે રાજભવન ખાતે રાજ્યપાલને મળવા માટે જવા માટે નવા મુખ્યમંત્રી બનેલા ભૂપેન્દ્ર પટેલને કમલમથી જ સરકારી ગાડીમાં બેસી અને રાજભવન પહોંચ્યા હતા. ગાડીમાં આગળ ભૂપેન્દ્ર પટેલ પાછળ સીઆર પાટીલ બેઠા હતા. કમલમથી જ નવા મુખ્યમંત્રીને સરકારી ગાડીનો કાફલો મળી ગયો હતો. વિજય રૂપાણી સરકારી ગાડીમાં બેસીને રવાના થયા હતા.

મુખ્યમંત્રી નક્કી કરવા માટે કેન્દ્રમાંથી બે નિરીક્ષક મોકલવામાં આવ્યા હતા. જેમાં આજે સવારે કેન્દ્રીય મંત્રી નરેન્દ્રસિંહ તોમર અને પ્રહલાદ જોશી ગાંધીનગર પહોંચી ગયા હતા. સાથે જ કાર્યકારી મુખ્યમંત્રી વિજય રૂપાણી, કાર્યકારી નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ તેમજ સીઆર પાટીલ કમલમ્ પહોંચ્યા હતા. ગુજરાત પ્રભારી ભુપેન્દ્ર યાદવ અને સંગઠનમંત્રી રત્નાકર સહિતના નેતાઓ કમલમ ખાતે પહોંચ્યા હતા. કોર કમિટીની બેઠક શરૂ થઈ ગઈ છે. ધારાસભ્યોની બેઠક શરૂ થઈ હતી. બેઠક પૂર્ણ થયા બાદ આનંદીબેન પટેલના વિશ્વાસુ એવા ભૂપેન્દ્ર પટેલને ગુજરાતના નવા મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા છે.

ઉલ્લેખનીય છેકે, ગુજરાતના નવા મુખ્યમંત્રી તરીકે નિતીન પટેલ, સી.આર. પાટિલ, પ્રફુલ્લ પટેલ, મનસુખ માંડવિયા, પરસોત્તમ રુપાલા અને ગોરધન ઝડપીયાનાં નામો ચર્ચામાં હતા. પરંતુ, ભાજપની હંમેશા પદ્ધતિની જેમ આ વખતે પણ સીએમ પદ તરીકે એક નવો જ ચહેરો લાવ્યા. જેની કોઈને અંદાજ પણ ન હતો.

ટીમ બિલ્ટ ઈન્ડિયા.

Show More

Related Articles

Back to top button
Close