HousingNEWS

સ્વતંત્રતા દિવસ પર SBIની ભેટ:હોમ લોન પર પ્રોસેસિંગ ફી નહીં ચૂકવવી પડે, બેંક 6.70%ના વ્યાજ દર પર લોન આપી રહી છે

દેશની સૌથી મોટી બેંક સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)આ સ્વતંત્રતા દિવસ પર તમારા માટે સસ્તી હોમ લોનની ઓફર લાવી છે. SBIએ ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ અંતર્ગત 31 ઓગસ્ટ સુધી હોમ લોન લેવા પર પ્રોસેસિંગ ફી નહીં લેવાની જાહેરાત કરી છે. SBI હોમ લોન માટે લગભગ 0.40% પ્રોસેસિંગ ફી તરીકે વસૂલે છે.

6.70% વ્યાજ દર પર લોન આપી રહી છે
SBIના હોમ લોનના વ્યાજ દર 6.70%થી શરૂ થાય છે. બેંકના મેનેજિંગ ડાયરેક્ટર (R&DB) CS શેટ્ટીએ જણાવ્યું કે, પ્રોસેસિંગ ફી માફ કરવાથી બેંકમાંથી હોમ લોન લેનારાઓને પ્રોત્સાહન મળશે.

શું હોય છે પ્રોસેસિંગ ફી?

  • ઘણી બેંક અથવા NBFCs હોમ લોન આપે છે તો ગ્રાહકને તેના માટે પ્રોસેસિંગ ફી આપવી પડે છે. પ્રોસેસિંગ ફીની ચૂકવણી એક જ વખત કરવાની હોય છે.
  • ટોલ ફ્રી નંબર પર કોલ કરીને હોમ લોન માટે અપ્લાય કરો
  • SBIની તરફથી જાહેર કરવામાં આવેલા ટોલ ફ્રી નંબર 1800112018 પર ફોન કરીને પણ તમે હોમ લોન માટે અરજી કરી શકો છો.
  • જો તમે ફોન નથી કરતા તો પણ તમે હોમ લોન માટે અરજી કરી શકો છો તેના માટે ‘HOME’ લખીને 567676 પર મેસેજ કરવો પડશે. ત્યારબાદ બેંક તમારો સંપર્ક કરશે.

હોમ લોન માટે ઓનલાઈન અપ્લાય કરી શકો છો

  • સૌથી પહેલા તમારે https://homeloans.sbi/ પર જઈને Apply Online પર ક્લિક કરવું પડશે. ત્યારબાદ તમને Apply Nowનો ઓપ્શન દેખાશે.
  • ત્યારબાદ બીજું પેજ ઓપન થશે અહીં તમારે કેટલીક બેઝિક જાણકારી આપવી પડશે.
  • ત્યારબાદ તમારે તમારી ઈન્કમ અને જે પ્રોપર્ટી માટે તમે લોન લઈ રહ્યા છો તેની જાણકારી આપવી પડશે.
  • બીજા પેજ પર તમને કેટલી હોમ લોન જોઈએ, પ્રોપર્ટી, પેન કાર્ડ અને ઈન્કમ સંબંધિત જાણકારી આપવી પડશે.
  • ત્યારબાદ તમને લોન ઓફર દેખાશે. અહીંથી તમારે લોન માટે અપ્લાય કરવું પડશે.
  • ત્યારબાદ લોન અપ્રૂવ થવા પર તમને મેસેજ આવશે.

યોનો એપથી પણ અપ્લાય કરી શકો છો

  • યોનો એપમાં હોમ લોનના સેક્શનમાં જવું પડશે, ત્યાં તમને apply new loan અને avail takeover નામના બે ઓપ્શન મળશે.
  • અહીં apply new loan પર ક્લિક કરવું પડશે.
  • અહીં એક નવું પેજ ઓપન થશે જેમાં તમારે પર્સનલ ડિટેઈલ્સ દાખલ કરવી પડશે.
  • માતા-પિતાનું નામ, એડ્રેસ અને શૈક્ષણિક લાયકાત જેવી જાણકારી પણ આપવી પડશે.
  • ઈ-મેલ આઈડી અને કયા રાજ્ય અને તેના ક્યા જિલ્લામાં રહો છો, તેની જાણકારી આપવી પડશે.
  • ત્યારબાદ જે પ્રોપર્ટી માટે લોન લઈ રહ્યા છો તેની જાણકારી આપવી પડશે.
  • તમારે એ પણ જણાવવું પડશે કે તમે પગારદાર, સ્વરોજગાર, હોમમેકર અથવા પેન્શનર છો.
  • બીજા સેલરીડ કર્મચારી છો તો તમારે તમારી ઓફિસનું એડ્રેસ આપવું પણ જરૂરી છે. અહીં તમારે સંપૂર્ણ ડિટેઈલ આપવી પડશે.
  • આ બધું ભર્યા બાદ બીજું પેજ ઓપન થશે જ્યાં પ્રધાનમંત્રી આવાસ યોજના વિશે તમારે જાણકારી આપવી પડશે.
  • જો આ યોજના માટે લાયક છો તો તેની ડિટેઈલ આપી શકો છો.
  • આ બધું કર્યા બાદ તમને પૂછવામાં આવશે કે તમે કેટલી લોન લેવા માગો છો.
  • તેને એપમાં તમારા હિસાબથી એડજસ્ટ કરી શકો છો.
  • કેટલા મહિના સુધી EMIની ચૂકવણી કરવી છે, તેને પણ સેટ કરી શકો છો.

આ ડોક્યુમેન્ટની જરૂર પડે છે
ID પ્રૂફઃ PAN/પાસપોર્ટ/ડ્રાઈવિંગ લાયસન્સ/વોટર ID કાર્ડ

એડ્રેસ પ્રૂફઃ હાલનું ટેલિફોન બીલ/વીજળી બીલ/પાણીનું બીલ/ગેસ કનેક્શનની કોપી અથવા પાસપોર્ટ/ડ્રાઈવિંગ લાયસન્લ/ આધાર કાર્ડની કોપી

મિલકતના દસ્તાવેજો: બાંધકામ પરમિટ, ઓક્યુપેન્સી સર્ટિફિકેટ, અપ્રૂવ્ડ પ્રોજેક્ટની કોપી, ચૂકવણીની રસીદો વગેરે.

અકાઉન્ટ સ્ટેટમેન્ટઃ છેલ્લા 6 મહિનાનું બેંક અકાઉન્ટ સ્ટેટમેન્ટ અને છેલ્લા એક વર્ષની લોન અકાઉન્ટ સ્ટેટમેન્ટ (વેગેરે લાગુ હોય તો)

ઈન્કમ પ્રૂફ (નોકરી કરતા લોકો માટે)ઃ છેલ્લા 3 મહિનાની સેલરી સ્લિપ/સેલરી સર્ટિફિકેટ અને છેલ્લા 2 વર્ષ માટે ફોર્મ 16ની એક કોપી/છેલ્લા 2 ફાઈનાન્શિયલ યર માટે ઈન્કમ ટેક્સ રિટર્નની કોપી.

આવકનો પુરાવો (સ્વ-રોજગાર માટે)ઃ બિઝનેસ એડ્રેસ પ્રૂફ, છેલ્લા 3 વર્ષનું ઈન્કમ ટેક્સ રિટર્ન, બેલેન્સ શીટ, બિઝનેસ લાયસન્સ અને TDS સર્ટિફિકેટ (ફોર્મ 16 A,વગેરે લાગુ)ની જાણકારી આપવી પડશે.

ટીમ બિલ્ટ ઈન્ડિયા, સૌજન્ય દિવ્ય ભાસ્કર

Show More

Related Articles

Back to top button
Close