નેશનલ હાઈવે પ્રોજેક્ટ અંગે કેન્દ્રીય મંત્રી નિતીન ગડકરીએ, ગુજરાતના રાજ્યસભાના સાંસદો સાથે કરી બેઠક
કેન્દ્રીય રોડ અને ટ્રાન્સપોર્ટ મંત્રાલયના કેન્દ્રીય મંત્રી નિતીન ગડકરીએ, ગુજરાતના રાજ્યસભાના સાંસદો સાથે ગુજરાતમાં ચાલી રહેલા રાષ્ટ્રીય ધોરીમાર્ગ પરિયોજનાઓ અંગે સમીક્ષા બેઠક યોજી હતી. જેમાં ગુજરાતના રોડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, રાષ્ટ્રીય ધોરીમાર્ગો, એક્સપ્રેસ વે, ફ્લાય ઓવર બ્રીજના ડેવલપમેન્ટ અંગે ચર્ચા વિચારણા કરી હતી. આ બેઠકમાં ભાજપના કેન્દ્રીય મંત્રી પુરુસોત્તમ રુપાલા અને સાંસદો દિનેશ અનાવાડિયા, જુગલજી ઠાકોર, નરહરી અમીન, રામભાઈ માકરિયા, કોંગ્રેસના સાંસદ શક્તિસિંહ ગોહીલ ઉપસ્થિત રહ્યા હતા.
રાજ્યસભાના સાંસદ દિનેશ અનાવાડિયાએ બિલ્ટ ઈન્ડિયા મેગેઝિનને દિલ્હીથી ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકાર ગુજરાત સહિત દેશભરમાં રોડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અંગે સક્રિય અને પોઝિટીવ છે. નિતીન ગડકરીએ તેવું પણ કહ્યું કે, ગુજરાતમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ પરિયોજનાઓ માટે જમીન સંપાદન, પ્રોજેક્ટ પ્રોગ્રેસ અંગે આપનાં સૂચનો આવકાર્ય છે. જેથી તેનું નિરાકરણ થાય. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, ટ્રાફિક સુચારુ ચાલે તે માટે જ્યાં જરુર લાગે ત્યાં અંડરપાસ બ્રીજ, ફ્લાયઓવર બ્રીજ નિર્માંણ કરો, તે માટે કેન્દ્ર સરકાર તૈયાર છે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા ન્યૂઝ, સૌજન્ય- કેન્દ્ર સરકાર
10 Comments