SP રિંગ રોડના દરેક સર્કલ પર ફ્લાયઓવર-અંડરપાસ બનશે
There will be a flyover-underpass at each circle of the SP ring road

અમદાવાદ શહેરી વિકાસ સત્તા મંડળે (ઔડા) આંતરમાળખાકીય સુવિધા પુરી પાડવા એશિયન ડેવલપમેન્ટ બેંક મુજબની 1900 કરોડના વિકાસ કાર્યોની યોજના ઘડીને મંજૂરી માટે રાજ્ય સરકારને મોકલી આપી છે. ઔડાના સીઇઓ ડી.પી.દેસાઇએ કહ્યું, હાલમાં સરદાર પટેલ રિંગ રોડ પર ટ્રાફિકની અડચણ વગર વાહનો પસાર થાય તે માટે દરેક સર્કલ પર ફલાયઓવર અને અંડરપાસનું આયોજન કરાયું છે.
જે અન્વયે રાજસ્થાન સર્કલ પર ભાટ બ્રિજથી તપોવન સર્કલ સુધી ટ્રાફિકની અવરજવર માટે અન્ડરપાસ બનાવવાની જરૂરિયાત જણાય છે. ભારત સરકારના જલ શક્તિ મંત્રાલયનની જળ જીવન મિશન અંતર્ગત ગ્રામીણ ભારતના તમામ ઘરોમાં 2024 સુધી વ્યક્તિગત ઘરેલુ નળ જોડાણથી પાણી પૂરું પાડવાની યોજનાને ધ્યાનમાં રાખી રિંગ રોડથી પાંચ કિ.મી.ત્રિજ્યામાં આવતા આશરે 20 ગામોમાં પીવાના પાણીના પ્રોજેકટ અંગેની દરખાસ્તને ઔડા બોર્ડ બેઠકમાં મંજૂરી અપાઇ છે. ગ્રામ્ય કક્ષાએથી કચરાનો નિકાલ ડમ્પ સાઇટ લઇ જવાની દરખાસ્ત મંજૂર કરાઈ છે.
ઈન્દિરા બ્રિજથી કોબા સર્કલ સુધી બ્રિજ
સરદાર પટેલ રિંગ રોડ પર રાજસ્થાન સર્કલ પર માર્ગ અને મકાન વિભાગના પાટનગર યોજના વિભાગ નં.3 ગાંધીનગર દ્વારા ફલાયઓવર બનાવવા રૂ. 135.70 કરોડના 50 ટકા રકમની ભાગીદારી અંગેની સંમતિ અપાઇ છે. હાલ પાટનગર વિભાગ-03 યોજના ચાલુ છે. આ બ્રિજ ઇન્દિરા બ્રિજથી કોબા સર્કલ તરફ રાજસ્થાન સર્કલ પર બનાવવામાં આવનાર છે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા, સૌજન્ય- દિવ્ય ભાસ્કર.
17 Comments