Civil EngineeringCivil TechnologyGovernmentInfrastructureNEWSPROJECTS

બુલેટ ટ્રેન માત્ર 2 કલાકમાં જ અમદાવાદથી મુંબઈ લઈ જશે, 2028માં પ્રોજેક્ટનું કામ થશે પૂર્ણ  

મુંબઈ અને અમદાવાદ હાઈ સ્પીડ ટ્રેન કોરિડોરનું નિર્માણકાર્ય હાલ પૂરજોશમાં ચાલી રહ્યું છે. બુલેટ ટ્રેનનો મહત્વનો રુટ નિર્માણ પામી ચૂક્યો છે, અને બુલેટ પ્રોજેક્ટનો પ્રારંભિક તબક્કો 2026 સુધીમાં કાર્યરત થવાની સંભાવના છે. જ્યારે સમગ્ર બુલેટ પ્રોજેક્ટનું નિર્માણ 2028માં પૂર્ણ થશે.

તાજેતરમાં કેન્દ્રીય રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે પોતાના ઓફિસિયલ ટ્વિટર હેન્ડલ પર, અમદાવાદના સાબરમતીમાં નિર્માણ પામી રહેલો બુલેટ પ્રોજેક્ટનો દેશનો સૌથી ડીપો સ્ટેશનનો 43 સેકન્ડનો વિડીયો જાહેર કર્યો હતો. અને બુલેટ ટ્રેન પ્રોજેક્ટના નિર્માણ કાર્યને જાહેર કર્યુ હતું.  

જાણો બુલેટ પ્રોજેક્ટના નિર્માણની મહત્વની વિશિષ્ટતાઓ.

  1. અમદાવાદ-મુંબઈ બુલેટ પ્રોજેક્ટ નિર્માણાધીન છે, મોટાભાગનો રુટ તૈયાર થઈ ગયો છે.
  2. બુલેટ પ્રોજેક્ટનો પ્રારંભિક તબક્કો 2026 સુધીમાં કાર્યરત થવાની સંભાવના છે.જ્યારે પ્રોજેક્ટનું સંપૂર્ણ નિર્માણકાર્ય 2028માં પૂર્ણ થશે.  
  3. બુલેટ ટ્રેન દેશની બે મહત્વના આર્થિકનગર અમદાવાદ અને મુંબઈને માત્ર 2 કલાકમાં જ જોડશે. ટ્રેનની મેક્સિમમ્ સ્પીડ પ્રતિ કલાકે 350 કિલોમીટરે દોડશે.
  4. નેશનલ હાઈ સ્પીડ રેલ્વે કોર્પોરેશન લિમિટેડની માહિતી મુજબ, નવેમ્બર મહિનાના અહેવાલ મુજબ, 100 કિલોમીટરનો વાયડક્ટ અને 230 કિલોમીટરનો પીઅરનું કામ પૂર્ણ થઈ ચૂક્યુ છે.
  5. રેલ્વે કોર્પોરેશનના જણાવ્યાનુસાર, 100 કિલોમીટરનો વાયાડક્ટ રુટ એ ગુજરાતની છ નદીઓ પરથી પ્રસાર થયો છે. જેમાં પર, ઓરસંગ, પૂર્ણા, મિંઢોલા, અંબિકા અને વેનગનિયા નદીઓ સમાવેશ થાય છે.
  6. 1.08 લાખ કરોડ રુપિયામાં અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ નિર્માણ પામી રહ્યો છે.
  7. સપ્ટેમ્બર-2017 ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ શરુ કરવામાં આવ્યો હતો. જેમાં 10000 કરોડ રુપિયા પૈકી 5000 કરોડ ગુજરાત સરકાર આપશે અને બાકી 5000 કરોડ કેન્દ્ર સરકાર આપશે. બાકીના તમામ રુપિયા જાપાન પાસેથી 0.1ટકાના વ્યાજના દરે લોન દ્વારા મળશે.
  8. 2028માં આ પ્રોજેક્ટ પૂર્ણ થવાની સંભાવના છે.  

ટીમ બિલ્ટ ઈન્ડિયા.

Show More

Related Articles

Back to top button
Close