GovernmentInfrastructureNEWS
સરકારી નોકરી:NHAI એ મેનેજર પોસ્ટ માટે 42 ભરતી જાહેર કરી
- કેન્ડિડેટ 12 એપ્રિલ,2021 સુધી ઓનલાઇન અપ્લાય કરી શકે છે
- અરજી કર્યા પછી ફોર્મની પ્રિન્ટઆઉટ લઇ નોટિફિકેશનમાં જણાવેલા એડ્રેસ પર સ્પીડ પોસ્ટ કરવાનું રહેશે
નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ ડેપ્યુટી જનરલ મેનેજર, મેનેજર અને ડેપ્યુટી મેનેજરની 42 પોસ્ટ માટે ભરતી બહાર પાડી છે. 13 માર્ચથી ભરતી માટે પ્રોસેસ શરૂ થઈ ગઈ છે. કેન્ડિડેટ 12 એપ્રિલ,2021 સુધી ઓનલાઇન અપ્લાય કરી શકે છે.
પદ, સંખ્યા અને યોગ્યતા
નંબર | પોસ્ટ | સંખ્યા | યોગ્યતા |
1 | ડેપ્યુટી જનરલ મેનેજર | 6 | કોમર્સમાં ગ્રેજ્યુએશન/CAમાં ગ્રેજ્યુએશન/CA કે ફાઇનાન્સ કે MBA ડિગ્રી હોવી જરૂરી |
2 | મેનેજર | 24 | કોમર્સમાં ગ્રેજ્યુએશન/CA કે બિઝનેસમાં એડમિનિસ્ટ્રેશનમાં માસ્ટર ડિગ્રી હોવી જરૂરી છે |
3 | ડેપ્યુટી મેનેજર | 12 | કોમર્સમાં ગ્રેજ્યુએશન/CA કે ફાઇનાન્સમાં MBA ડિગ્રી હોવી જરૂરી |
કેવી રીતે અપ્લાય કરશો
કેન્ડિડેટ માત્ર ઓનલાઇન જ અરજી કરી શકે છે. અરજી કર્યા પછી ફોર્મની પ્રિન્ટઆઉટ લઇ નોટિફિકેશનમાં જણાવેલા એડ્રેસ પર સ્પીડ પોસ્ટ કરવાનું રહેશે. કેન્ડિડેટે અરજી માટે કોઈ પણ ફી આપવી નહિ પડે.
સિલેક્શન
એકેડમિક ક્વોલિફિકેશનને આધારે કેન્ડિડેટસિલેક્શન થશે, જો સિલેક્ટેડ કેન્ડિડેટ નેશનલ ઓથોરિટી ઓફ ઇન્ડિયાની ઓફર રિજેક્ટ કરે છે તો નેક્સ્ટ બે વર્ષ સુધી NHAIની કોઈ પણ ભરતી માટે અરજી નહિ કરી શકે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા, સૌજન્ય દિવ્ય ભાસ્કર
11 Comments