માર્ગ અને મકાન વિભાગ માટે કુલ ૧૧,૧૮૫ કરોડની જોગવાઇ
• સાત વર્ષ કે તેથી વધુ સમય સુધી રીકારપેટ ન થયા હોય તેવા ૪૯૪૯ કામોના ૧૬,૮૫૭ કિલોમીટર લંબાઇના રસ્તાઓના રીસરફેસીંગ માટેના કામો `૪૫૦૬ કરોડના ખર્ચે હાથ ધરવામાં આવશે.
• છેલ્લા પાંચ વર્ષમાં ૨૯ રેલ્વે ઓવર બ્રિજ `૮૭૩ કરોડના ખર્ચે પૂર્ણ કરેલ છે. ડી.એફ.સી.સી. રૂટ સહિત રેલ્વે ક્રોસિંગ ઉપર ૭૫ ઓવર બ્રિજના કામો પ્રગતિ હેઠળ છે. `૩૪૦૦ કરોડના ખર્ચે નવા ૬૮ રેલ્વે ઓવરબ્રિજ મંજૂર કરવામાં આવેલ છે.
• અમદાવાદ-બગોદરા-રાજકોટના ૨૦૧ કિલોમીટર રસ્તાને `૨૮૯૩ કરોડના ખર્ચે છ-માર્ગીય કરવાની કામગીરી પ્રગતિ હેઠળ છે.
• સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓને અમદાવાદ અને ગાંધીનગર સાથે જોડતા રાજકોટથી અમદાવાદ રસ્તાનું `૨૬૨૦ કરોડના ખર્ચે છ-માર્ગીયકરણનું કામ પ્રગતિ હેઠળ છે.
• સરખેજ થી અમદાવાદ શહેરમાં પસાર થતો ગાંધીનગરથી ચિલોડા સુધીના એસ.જી.હાઇવેને `૮૬૭ કરોડના ખર્ચે છ-માર્ગીય બનાવવાનું કામ ભારત સરકારના સહયોગથી પ્રગતિ હેઠળ છે. આ રોડ પૈકીના અમદાવાદ શહેરમાં ખૂબ જ ભારે ટ્રાફિક ધરાવતા સિંધુભવન જંકશન અને સરખેજ-સાણંદ રસ્તા ઉપરના ઓવરબ્રિજનું તથા ગાંધીનગરના પ્રવેશદ્વાર ઉવારસદ ફ્લાય ઓવરનું લોકાર્પણ પણ કરી દેવામાં આવેલ છે.
• મહાનગરો, બંદરો, ઔદ્યોગિક વિસ્તાર, પ્રવાસન તથા યાત્રાધામોને જોડતા ૭૬૨ કિલોમીટરના ૪૨ રસ્તાઓના અનુભાગોને ફોર-લેન બનાવવાની કામગીરી `૨૪૬૬ કરોડના ખર્ચે પ્રગતિ હેઠળ છે.
• ૧૧૬ રસ્તાના અનુભાગોની ૧૯૫૧ કિલોમીટર લંબાઈને ૧૦ મીટર કે ૭ મીટર પહોળા કરવાની કામગીરી `૨૩૩૧ કરોડના ખર્ચે પ્રગતિમાં છે.
• વિશ્વ બેન્ક સહાયિત યોજના અંતર્ગત રાજ્ય ધોરીમાર્ગોને પહોળા, મજબૂત તથા નવીનીકરણની કામગીરી `૧૯૩૫ કરોડના ખર્ચે પ્રગતિમાં છે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા, સૌજન્ય ગુજરાત સરકાર
7 Comments