GovernmentHousingNEWS

જાણો – કેન્દ્રીય બજેટ-2021-22 પર અમદાવાદના ડેવલપર્સની પ્રતિક્રિયાઓ

Developers Feedback over Union Budget-2021-22

દેશમાં ખેતી પછી, બીજા ક્રમાંકે, રોજગાર આપનાર રીયલ એસ્ટેટ અને કંસ્ટ્રક્શન સેક્ટર જીડીપીમાં 10 ટકાનો હિસ્સો ધરાવે છે. ત્યારે રીયલ એસ્ટેટ માર્કેટને વધુ વેગવંતું બનાવવા માટે આવનારા કેન્દ્રીય બજેટમાં સરકાર તરફથી રીયલ એસ્ટેટ માર્કેટના પાયાના વ્યવસાયકાર ડેવલપર્સની પ્રતિક્રિયા.

નિલય પટેલ, એમડી, દીપ બિલ્ડર્સ, અમદાવાદ

અમદાવાદના નામાંકિત દીપ બિલ્ડર્સ ગ્રુપના એમડી નિલય પટેલ જણાવે છેકે, કેન્દ્ર સરકારે અર્ફોડેબલ હાઉસિંગને બુસ્ટ અપ આપવા 45 લાખ સુધીની કિંમત ધરાવતા મકાનો પર 1 ટકો જીએસટી વસૂલ કરે છે, જે સરાહનીય છે. પરંતુ, જો સરકાર 45 લાખની જગ્યાએ 65 લાખ સુધીની કિંમતવાળા મકાનો પર 1 ટકો જીએસટી લેવાનું નક્કી કરે તો, અર્ફોડેબલ હાઉસિંગને વેગ મળે અને ડેવલપર્સ અર્ફોડેબલ હાઉસિંગ નિર્માંણ કરવા માટે પ્રોત્સાહિત થાય.

કેન્દ્ર સરકાર આગામી બજેટમાં રેન્ટલ પ્રોપર્ટી દ્વારા થતી આવક પર લાગતા જીએસટીમાં ઈનપુટ ટેક્સ ક્રેડીટનો લાભ આપે. કારણ કે, હાલ માર્કેટની પરિસ્થિતિ જોતાં, સૌ ડેવલપર્સ કૉમર્શિયલ પ્રોપર્ટીને ખાસ કરીને, આઈટી કંપનીઓને રેન્ટ પર આપે છે. જેના પર ઈનપુટ ટેક્સ ક્રેડીટ મળતી નથી. પરિણામે, ડેવલપર્સને ભારે નુકસાન થાય છે.

ચિત્રક શાહ, એમડી, શિવાલિક ગ્રુપ, અમદાવાદ

અમદાવાદના નામાંકિત શિવાલિક ગ્રુપના એમડી ચિત્રક શાહ જણાવે છેકે, રીયલ એસ્ટેટ માર્કેટમાં કંસ્ટ્રક્શન કોસ્ટ પર, રેન્ટલ ઈન્કમ પર અને અર્ફોડેબલ હાઉસિંગ પર આ તમામ પર લાગતા જીએસટીમાં ઈનપુટ ટેક્સ ક્રેડીટ કેન્દ્ર સરકાર આપે તો, ખરેખર રીયલ એસ્ટેટ માર્કેટ સાથે અર્ફોડેબલ હાઉસિંગને વેગ મળે. આ સાથે ઈનપુટ ટેક્સ ક્રેડીટ મજરે મળવાથી એન્ડ કસ્ટમર્સને પણ લાભ થાય. જેથી, કેન્દ્ર સરકારે યુનિયન બજેટ-2021-22માં આ અંગે ભાર મૂકીને કંઈક પગલાં લેવાં જોઈએ.

કલ્પ પટેલ, એમડી, સત્યમેવ ગ્રુપ, અમદાવાદ

અમદાવાદના પ્રતિષ્ઠિત સત્યમેવ ગ્રુપના ડાયરેક્ટર કલ્પ પટેલે જણાવ્યું હતું કે, 65 લાખની કિંમત ધરાવતાં મકાનો પર પણ કેન્દ્ર સરકાર 1 ટકો જીએસટી વસૂલ કરે તો, પોષણક્ષમ આવાસોને વેગ મળે અને ગ્રાહકોને સસ્તા મકાનો આપી શકાય અને ડેવલપર્સને પણ ફાયદો થાય. તેમજ કૉમર્શિયલ પ્રોપર્ટી પર 12 ટકા જીએસટી લેવામાં આવે છે તેમાં કેન્દ્ર સરકાર ઘટાડો કરે તો હાલ માર્કેટને સહકાર મળે.

રોનિલ શાહ, ડાયરેક્ટર, એચ. આર. સ્પેસ, અમદાવાદ

ફાસ્ટેડ ગ્રોઈંગ ડેવલપર્સ ગ્રુપ એચ.આર સ્પેસના ડાયરેક્ટર રોનિલ શાહ જણાવે છેકે, કેન્દ્ર સરકાર કેન્દ્રીય બજેટમાં ખાસ કરીને, રેસિડેન્શિયલ પ્રોપર્ટી અને કોમર્શિયલ પ્રોપર્ટી પર લાગતા જીએસટી પર ધ્યાન કેન્દ્રિત કરીને, ગ્રાહકો અને મકાન નિર્માંણકર્તા ડેવલપર્સને પ્રોત્સાહન આપે તેવી માંગ છે.

કૈવન શાહ, ડાયરેક્ટર, રત્ના ગ્રુપ, અમદાવાદ

અમદાવાદના રત્ના ગ્રુપના ડાયરેક્ટર કૈવન શાહ જણાવે છેકે, કોરોના મહામારીને કારણે, રીયલ એસ્ટેટ માર્કેટ પર ભારે ફટકો પડ્યો છે. જેથી, જો કેન્દ્ર સરકાર રીયલ એસ્ટેટ માર્કેટને બેઠું કરવા માટે જીએસટી અને સ્ટેમ્પ ડ્યૂટી બંનેમાં ઘટાડો કરે તો, રીયલ એસ્ટેટ ફરી ધમધમતું થઈ શકે તેમ છે.

સર્વિલ શ્રીધર, એમડી, એ. શ્રીધર ગ્રુપ, અમદાવાદ

અમદાવાદના જાણીતા એ. શ્રીધર ગ્રુપના એમડી સર્વિલ શ્રીધર જણાવે છેકે, રેસિડેન્સિયલ અને કૉમર્શિયલ પ્રોપર્ટી પર થતી ભાડાની આવક પર લાગતા ટેક્સમાં ઘટાડો કરે. તેમજ કૉમર્શિયલ પ્રોપર્ટી પર લાગતા 12 ટકા, રેસિડેન્શિયલ પ્રોપર્ટી પર 5 ટકા અને એર્ફોડેબલ હાઉસિંગ પર લાગતા 1 ટકા જીએસટી, આ તમામ જીએસટી પર કેન્દ્ર સરકાર 6 મહિના માટે 50 ટકાનો ઘટાડો કરે તો, રીયલ એસ્ટેટ માર્કેટ વેગવંતું બને. આ ઉપરાંત, કેન્દ્ર સરકાર રાજ્ય સરકારને સ્ટેમ્પ ડ્યૂટીમાં ઘટાડો કરવાનું દબાણ કરે તો, રીયલ એસ્ટેટ માર્કેટમાં બુસ્ટ અપ આવે.

આવનારા બજેટમાં કેન્દ્ર સરકાર અર્ફોડેબલ હાઉસિંગને બુસ્ટ અપ આપવા સેક્શન 80આઈબીએ સ્કીમની મુદ્દતમાં વધારો કરે તેવી તમામ ડેવલપર્સની માંગ છે.

પાર્થ પટેલ, એમડી, કવિષા ગ્રુપ, અમદાવાદ.

બોપલ વિસ્તારના જાણીતા કવિષા ગ્રુપના એમડી પાર્થ પટેલ જણાવે છેકે, સેક્શન 80આઈબીએ સ્કીમ આગામી માર્ચ મહિના પૂર્ણ થાય છે. જેથી, જો સરકાર બજેટ-2021માં તેની મુદ્દતમાં વધારો કરે તો, કેન્દ્ર સરકારના એર્ફોડેબલ હાઉસિંગ-2022ના અભિયાનને વેગ મળે અને પોષણક્ષમ આવાસો નિર્માંણ કરવા માટે ડેવલપર્સ પણ પ્રોત્સાહિત થાય.

આ ઉપરાંતમાં પાર્થ પટેલે જણાવ્યું છેકે, એલઆઈજીમાં મળતી સબસીડીમાં 2022 સુધી પૂર્ણ થાય છે. જેથી, જો સરકાર લો ઈન્કમ ગ્રુપના લોકોને ઘરનું ઘર મળી રહે તે માટે એલઆઈજીની મુદ્દતમાં પણ વધારો કરે. તેમજ એમઆઈજી-1 અને એમઆઈજી-2 આ બંનેમાં મળતી સબસીડીની મુદ્દત 2021માં પૂર્ણ થાય છે જેથી તેમાં પણ વધારો કરવામાં આવે તો, ખરેખર મોદી સરકારનું દેશના દરેક પરિવારને ઘરનું ઘર આપવાનું સ્વપ્નનું પૂર્ણ થાય.

અમિત પટેલ, એમડી, અરાઈઝ ગ્રુપ, અમદાવાદ

અમદાવાદના ગ્રોઈંગ એરિયા ગોતા અને વૈષ્ણોદેવી વિસ્તારમાં અર્ફોડેબલ હાઉસિંગ અને લક્ઝૂરીયસ ફ્લેટ નિર્માંણ કરતા અરાઈઝ ગ્રુપના એમડી અમિત પટેલ જણાવે છેકે, કેન્દ્ર સરકારે અર્ફોડેબલ હાઉસિંગ-2022ના અભિયાન બુસ્ટ અપ આપવા માટે અનેક સકારાત્મક પગલાં લીધાં છે. પરંતુ, હજુ બિલ્ડિંગ મટેરીયલ પર લાગતા જીએસટી અને સ્ટેમ્પ ડ્યૂટીમાં ઘટાડો કરે તો સરકારના જે મહત્વના બે ઉદેશ છે એક ઘરનું ઘર અને બીજો નોકરીઓનું સર્જન તે પૂર્ણ થાય.

આદિત્ય ગોયંકા, ડાયરેક્ટર, વિનાયક ગ્રુપ, ગાંધીનગર

ગાંધીનગરના વિનાયક ગ્રુપના ડાયરેક્ટર આદિત્ય ગોયંકા જણાવે છેકે, કેન્દ્ર સરકાર આગામી બજેટમાં ખાસ કરીને, જીએસટી ટેક્સ પર ખાસ ધ્યાન આપે અને ડેવલપર્સના હિત માટેનું બજેટ જાહેર કરે તેવી માંગ છે.

ચિંતન ડોબરિયા, ડાયરેક્ટર, ડોબરિયા ગ્રુપ, અમદાવાદ

અમદાવાદપૂર્વનાનામાંકિતપરમેશ્વરગ્રુપનાડાયરેક્ટર ચિંતન પટેલ જણાવે છેકે, કેન્દ્ર સરકાર આગામી બજેટમાં જીએસટી અને સ્ટેમ્પ ડ્યૂટી મુદ્દે ખાસ ભાર મૂકીને તેમાં ઘટાડો કરે તેવી સૌ ડેવલપર્સની માંગ છે.

ટીમ બિલ્ટ ઈન્ડિયા.

Show More

Related Articles

Back to top button
Close