GovernmentHousingNEWS

જાણો શું છે લાઈટ હાઉસ પ્રોજેક્ટ ?

PM Modi lays stone foundation of light house project in six states of India

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ, નવા વર્ષના પ્રથમ દિવસ, પહેલી જાન્યુઆરી-2021ના રોજ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી, ગ્લોબલ હાઉસિંગ ટેક્નોલોજી ચેલેન્જ ઈન્ડિયા અતંર્ગત દેશના કુલ છ રાજ્યોમાં લાઈટ હાઉસ પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો હતો. જેમાં ત્રિપુરા, ઝારખંડ, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ,ગુજરાત અને તમિલનાડુનો સમાવેશ થાય છે. હાલ લાઈટ હાઉસ પ્રોજેક્ટ આ છ રાજ્યોમાં શરુ કરવામાં આવ્યો છે.

ગ્લોબલ હાઉસિંગ ટેક્નોલોજી ચેલેન્જ ઈન્ડિયા અંતર્ગત પસંદ કરાયેલી 54 તકનિકોમાંથી છ તકનિકને પસંદ કરીને કુલ છ રાજ્યોમાં અલગ અલગ તકનિકથી દરેક રાજ્યમાં 1000 મકાનો લાઈટ હાઉસ પ્રોજેક્ટ હેઠળ નિર્માંણ કરવામાં આવશે. લાઈટ હાઉસ પ્રોજેક્ટ, હાઉસિંગ ફોર ઓલ-2022ના અભિયાન માટે એક મહત્વનું પગલું સાબિત થશે. હાઉસિંગ એન્ડ અર્બન વિભાગના સચિવ દુર્ગા પ્રસાદે જણાવ્યું છેકે, આત્મનિર્ભર ભારત અભિયાન અનુરુપ આ યોજના પૂર્ણ કરવામાં આવશે.

અલગ અલગ રાજ્યમાં ભિન્ન ભિન્ન તકનિકથી આવાસો નિર્માંણ પામશે.

• મધ્યપ્રદેશના ઈન્દોરમાં ચીની પ્રિકાસ્ટ સેન્ડવીચ પેનલ સિસ્ટમથી મકાનો નિર્માંણ કરવામાં આવશે.

• ગુજરાતના રાજકોટમાં ટનલ ફોર્મવર્કનો ઉપયોગ કરીને મોનોલિથિક કૉક્રિંટ દ્વારા લાઈટ હાઉસ બનાવવામાં આવશે. આ તકનિકનો ઉપયોગ ફ્રાન્સમાં થાય છે.

• પ્રિકાસ્ટ કૉક્રિંટ કંસ્ટ્રક્શન તકનિકનો ઉપયોગ કરીને, તમિલનાડુના ચેન્નાઈમાં લાઈટ હાઉસ તૈયાર કરવામાં આવશે. આ પ્રકારની તકનિક ખાસ કરીને ફિનલેન્ડ અને અમેરિકામાં વપરાય છે.

• ઝારખંડની રાજધાની રાંચીમાં લાઈટ હાઉસ પ્રોજેક્ટ અંતર્ગત થ્રીડી વોલ્યૂમેટ્રિક પ્રિકાસ્ટ કૉક્રિંટ કંસ્ટ્રક્શન તકનીકનો ઉપયોગ કરવામાં આવશે.આ તકનિકનો ઉપયોગ જર્મની કરવામાં આવે છે.

• ન્યૂઝીલેન્ડમાં આવેલી લાઈટ ગેજ સ્ટીલ ઈંફિલ પેનલની સાથે સ્ટ્રક્ટચર સ્ટીલ ફ્રેમનો ઉપયોગ કરીને ત્રિપુરાના અગરતલામાં લાઈટ હાઉસ નિર્માંણ કરવામાં આવશે.

• ઉત્તરપ્રદેશના લખનઉમાં કેનેડાની તકનિક આધારિત પીવીસી સ્ટે ઈન પ્લેસ ફોર્મવર્ક સિસ્ટમ દ્વારા લાઈટ હાઉસ બનાવવામાં આવશે.

આ રીતે ભારતમાં નિર્માંણ પામનાર લાઈટ હાઉસ એક સજીવ પ્રયોગશાળાના રુપમાં કાર્ય કરશે. જેમાં પ્લાનિંગ, ડીઝાઈન, મેન્યુફેક્ચરિંગ, કંસ્ટ્રશન ટેકનિક માટે કામ કરવું તથા પરીક્ષણ વગેરે આઈઆઈટી, એનઆઈડી, સિવિલ એન્જીનીયરીંગ કોલેજ, પ્લાનિગ એન્ડ આર્કીટેક્ટચર કોલેજ, બિલ્ડર્સ, ખાનગી અને સાર્વજનિક ક્ષેત્રોના બિઝનેસમેન અને અન્ય હિતધારકોનો સમાવેશ કરવામાં આવી રહ્યો છે.

દુનિયાભરમાંથી આવનારા નિર્માંણ ટેકનોલોજીનો ઉપયોગ મોટાપાયે થવાને કારણે, ગતિ, સ્થિરતા, સંસાધન દક્ષતા અને ઈકો ફ્રેન્ડલી વાતાવરણ સર્જાશે. આ સાથે માળખાકીય, જળવાયુ પરિવર્તન, ગ્રીન બિલ્ડિંગ, કંસ્ટ્રક્શન કૉવાલીટી જેવા લાભો થશે.

ઉલ્લેખનીય છેકે, માર્ચ-2019માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ, દેશમાં મોટાપાયે નવી અને વૈકલ્પિક તકનિકોના ઉપયોગમાં વધારો થાય તે માટે ગ્લોબલ હાઉસિંગ ટેક્નોલોજી ચેલેન્જ ઈન્ડિયાનું ઉદ્દઘાટન કર્યું હતું. અને 2019-20ના વર્ષને ગ્લોબલ હાઉસિંગ ટેક્નોલોજી ચેલેન્જનું વર્ષ જાહેર કર્યું હતું. જે અંતર્ગત લાઈટ હાઉસ નિર્માંણ પામી રહ્યાં છે.

2022માં ભારતની આઝાદીનાં 75વર્ષ પૂર્ણ કરી રહ્યું છે. જેની ઉજવણીના ભાગરુપે, અર્ફોડેબલ હાઉસિંગ-2022 મિશન અંતર્ગત દેશના દરેક પરિવારને ઘરનું ઘર મળી રહે તે માટે આ લાઈટ હાઉસ યોજના સહાયરુપ ભુમિકા ભજવી રહી છે. કેન્દ્ર સરકારે, 1.12 કરોડ નિર્ધારિત મકાન માંગની સામે અત્યાર સુધીમાં કુલ 1.09 કરોડ મકાન નિર્માંણ માટેની મંજૂરી આપી દીધી છે. જેમાંથી 70 લાખ કરતાં વધારે મકાનોના નિર્માંણકાર્ય વિવિધ તબક્કા પર છે. અંદાજિત 40 લાખ મકાનોનું નિર્માંણકાર્ય પૂર્ણ કરી દેવામાં આવ્યું છે અને લાભાર્થીઓને સુપ્રત કરી દેવામાં આવ્યાં છે.

ટીમ બિલ્ટ ઈન્ડિયા.

Show More

Related Articles

Back to top button
Close