ગુજરાતમાં ઈન્ડિયન બિલ્ડિંગ કોંગ્રેસના ચેપ્ટરનો શુભારંભ, એસ.બી. વસાવાની ચેરમેન પદે નિમણૂંક.
Inauguration of Indian Building Congress Gujarat Centre Chapter, Gujarat's R & B Secy. Mr. S.B. Vasava(IAS)appointed as a chairman of Gujarat Centre Chapter.

રાષ્ટ્રીય કક્ષાએ બિલ્ડિંગ અને કંસ્ટ્રક્શન ક્ષેત્રે ટેકનિક જ્ઞાન અને જાગૃતિ લાવનાર ઈન્ડિયન બિલ્ડિંગ કોંગ્રેસે, તાજેતરમાં ગુજરાત સેન્ટ્રલ ચેપ્ટરનો શુભારંભ કર્યો છે. ઈન્ડિયન બિલ્ડિંગ કોંગ્રેસે, ગુજરાત સેન્ટ્રલ એક્ઝિક્યૂટીવ બોડીની રચના કરી છે. જેમાં ગુજરાત રાજ્યના રોડ અને બિલ્ડિંગ વિભાગના સેક્રેટરી અને આઈએએસ. એસ.બી. વસાવાની ગુજરાત સેન્ટ્રલના ચેરમેન પદે નિમણૂંક કરી છે. તો, વાઈસ ચેરમેન તરીકે, બ્રિગેડીયર જી. મુથાકુમાર અને ગુજરાત રોડ અને બિલ્ડિંગના એડિશન સેક્રેટરી પી.આર. પટેલિયાની નિમણૂંક કરવામાં આવી છે.

તો, સેક્રેટરી તરીકે અમદાવાદના પ્રોપર્ટી વેલ્યુઅર અને સિવિલ એન્જિનીયર ગિરીશ સંઘાઈની નિમણૂંક કરી છે. આ ઉપરાંત, એક્ઝિક્યૂટીવ કમિટી મેમ્બર તરીકે અદાણી એન્જીનીયરીંગ કોલેજના પ્રિન્સિપાલ અને પ્રોફેસર ડૉ. વી. એમ. પટેલની નિમણૂંક કરવામાં આવી છે.

આમ, ઈન્ડિયન બિલ્ડિંગ કોંગ્રેસે, ગુજરાતમાં કંસ્ટ્રક્શન ટેક્નિકલ જાગૃતિ માટે 11 નામાંકિત વ્યકિતઓની ઈન્ડિયન બિલ્ડિંગ કોંગ્રેસ ગુજરાત સેન્ટ્રલ કમિટીમાં સમાવેશ કર્યો છે.

ગુજરાત સ્તરીય ગુજરાત બિલ્ડિંગ કોંગ્રેસ અંતર્ગત આવનારા સમયમાં બિલ્ડિંગ અને કંસ્ટ્રક્શન અંગેના અનેક ટેકનિકલ સેમિનાર, કંસ્ટ્રક્શન ક્ષેત્રેની જાગૃતિ કરવા માટેના કાર્યો કરશે તેવું ઈન્ડિયન બિલ્ડિંગ કોંગ્રેસ ગુજરાત સેન્ટ્રલના સેક્રેટરી ગિરીશ સંઘાઈએ જણાવ્યું હતું.
ટીમ બિલ્ટ ઈન્ડિયા.
19 Comments