HousingNEWSUrban Development

ટી.પી. અંગે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ એક્શનમાં, એક જ વર્ષમાં ફાઈનલ ટી.પી. થઈ જાય તે અંગે મ્યુનિ. કમિશનરોને તાકીદ

CM Bhupendra Patel in action, in a single year the final T.P. should be completed.

ડ્રાફ્ટ ટીપી મંજૂર થયાના એક જ વર્ષમાં ફાઈનલ ટીપી થઈ જાય તે ખૂબ જ જરુરી છે તેવું મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે જણાવ્યું છે. આ અંગે મુખ્યમંત્રીએ ટીપી સ્કીમ શક્ય તેટલી ઝડપી પૂર્ણ કરી ઝીરો પેન્ડન્સી લક્ષ્યાંક માટે ગુજરાતના મહાનગરોના મ્યુનિ. કમિશનરોને તાકીદ કરી છે.

ભુપેન્દ્ર પટેલે ગુજરાતની આઠ મહાનગર પાલિકાઓના મ્યુનિ. કમિશનરો સાથે ટાઉન પ્લાનિંગ સ્કીમ અંગે બેઠક યોજી હતી. જેમાં ડ્રાફ્ટ ટીપી મંજૂર થયા બાદ ફાઈનલ ટીપી સુધીની જે સમસ્યા કે મુશ્કેલીઓ આવે તેનું તાત્કાલિક નિવારણ લાવવાની માનસિકતા કેળવવા અને તે માટેનું મિકેનિઝમ ઊભ કરવાનું જણાવ્યું હતું.

વધુમાં મુખ્યમંત્રીએ તમામ મહાનગરોની ટાઉન પ્લાનિંગ સ્કીમમાં માળખાકીય સુવિદ્યા સહિત આર્થિક રીતે નબળા વર્ગના લોકો માટેની આવાસ યોજના, જાહેર સુવિદ્યાના કામો સમયમર્યાદામાં પૂરા કરવા તાકીદ કરી હતી. શહેરી વિકાસ વિભાગના અગ્ર સચિવ મુકેશ કુમારે બેઠકમાં તમામ 8 મહાનગરોની ટીપી સ્કીમ તથા શહેરી વિકાસની અન્ય યોજનાની સ્થિતિની જાણકારી આપતી વિગતોનું પ્રેઝન્ટેશન રજૂ કર્યું હતું.

રાજ્યની કુલ 8 મહાનગર પાલિકાઓમાં કુલ 875 ટીપી સ્કીમો બનાવાયેલી છે, જે પૈકી 400થી વધુ પબ્લિક ડોમેઈનમાં મૂકાઈ છે. બાકીની 475 ટીપી પબ્લિક ડોમેઈનમાં મૂકવા કામગીરી ચાલી રહી છે. પ્રેઝન્ટેશનમાં એ બાબત જણાવાઈ હતી કે, સરકારે શરુ કરેલી ઓનલાઈન ડેવલપમેન્ટ પરમિશન સિસ્ટમમાં અત્યાર સુધી 1.50 લાખ અરજીઓ મંજૂર થઈ છે.

અમદાવાદમાં 1 જાન્યુઆરી-2023 થી ઓનલાઈન બી.યુ. પરમિશનનો પાયલોટ પ્રોજેક્ટ હાથ ધરાયો છે. તેની સફળતાનું મૂલ્યાંકન કરી આગામી સમયમાં તેનો અન્ય મહાનગરોમાં પણ અમલ કરાશે.  

ટીમ બિલ્ટ ઈન્ડિયા.

Show More

Related Articles

Back to top button
Close