કવિશા ગ્રુપનું કોર્પોરેટ હાઉસ એટલે કુદરતનું સાનિધ્ય
Kavisha Corporate House in Ahmedabad.
અમદાવાદ શહેરમાં રીયલ એસ્ટેટ અને કંસ્ટ્રક્શન ક્ષેત્રે સારાં અને યુનિક કોર્પોરેટ હાઉસ અંગે બિલ્ટ ઈન્ડિયા મેગેઝિન એક સાપ્તાહિક શ્રેણી ચલાવી રહ્યું છે. જેમાં આ વખતે, સમગ્ર બોપલ,શેલા અને ઘુમામાં જાણીતા કવિશા ગ્રુપના કોર્પોરેટ હાઉસની વાત કરીએ. તો,ચાલો અમે તમને કવિશા ગ્રુપના કોર્પોરેટ હાઉસમાં લઈ જઈએ.
કવિશા ગ્રુપના મેનેજિંગ ડાયરેક્ટર પાર્થ પટેલના જણાવ્યાનુસાર, કવિષા ગ્રુપનું કોર્પોરેટ હાઉસ કુલ 6,500 ચોરસ ફૂટ આકારિત પામ્યું છે. જોકે, બાંધકામ માત્ર 2500 ચોરસ ફૂટમાં જ કર્યું છે. પરંતુ,આ કોર્પોરેટ જોઈને સૌના મન થશે કે, કોર્પોરેટ હાઉસ તો આવું જ જોઈએ. કોર્પોરેટ હાઉસ નિર્માંણમાં હવે તો, અલગ અલગ કન્સેપ્ટ આવી ગયા છે. જેમાં મોર્ડન, અલ્ટ્રા મોર્ડન, નેચરલ લસ ગ્રીન,ઓપન કોર્પોરેટ હાઉસ જેવી થીમ પર કોર્પોરેટ હાઉસ નિર્માંણ પામતા હોય છે. તેમાં કવિષા ગ્રુપે ખાસ કુદરતી સાનિધ્યમાં રહીને, ટોટલી ગ્રીનરી અને ગ્રાઉન્ડ પર જ આખું કોર્પોરેટ હાઉસ નિર્માંણ કર્યું છે.
નેચરલ ટચ ધરાવતા કવિશા ગ્રુપના કોર્પોરેટ હાઉસમાં આપ જેવા પ્રવેશ કરશો. ત્યારે તમે કોઈ રિસોર્ટમાં આવ્યા હોય તેવો અનુભવ થશે. કારણ કે, પ્રવેશદ્વાર પર જ હનીકોમ્બ થીમમાં ફુવારા આપનું સ્વાગત કરશે. ત્યારબાદ,જ્યારે આપ ઓફિસમાં જશો ત્યારે આપ વેઈટિંગ લોજ પરથી જ આખા કોર્પોરેટનું લેન્ડ સ્પેકિંગ અને સુંદર ગાર્ડનનું દ્દશ્ય આપનું મન મોહી લેશે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા.
11 Comments