GovernmentInfrastructureNEWS

શું છે મેરીટાઈમ ક્લસ્ટર ? શું છે આ ક્લસ્ટરની ભારતમાં અનિવાર્યતા ?

Explained: What is the unique maritime cluster coming up at Gujarat’s GIFT City?

પાટનગર ગાંધીનગરમાં આવેલી ગિફ્ટ સીટી ખાતે, મેરીટાઈમ ક્લસ્ટર સેન્ટર નિર્માંણ પામવા જઈ રહ્યું છે. જેનો ઉલ્લેખ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ, ઘોઘા-હજીરા રો-હેરીના લોકાર્પણ દરમિયાન કર્યો હતો. ત્યારે શું છે મેરીટાઈમ ક્લસ્ટર ? અને શા માટે અનિવાર્યતા ?

શું છે મેરીટાઈમ ક્લસ્ટર ?

મેરીટાઈમ ક્લસ્ટર પરિયોજના એક સમુદ્રી યોજના છે. જે ભારત માટે એક નવી યોજના છે. પરંતુ, વિશ્વના અનેક દેશોમાં આ પ્રકારની યોજના ખૂબ પહેલાંથી ચાલે છે. જેમ કે, વિશ્વમાં સિંગોપોર, હૉંગ-કૉંગ, ઓસ્લો, સાંઘાઈ, રોટરડેમ અને લંડન જેવા શહેરોમાં મેરીટાઈમ ક્લસ્ટર યોજના ખૂબ જ સ્પર્ધાત્મક રીતે ચાલે છે.

સામાન્ય શબ્દોમાં કહી તો, મેરીટાઈમ ક્લસ્ટરનો વિચાર એટલે, જાણીતી કંપનીઓ, સંસ્થાઓનો એક સમુદ્રી સમૂહ છે. જે ભૌગોલિક રીતે એકબીજાથી નજીક છે અને એકબીજા સાથે વેપાર કરે છે. એટલે કે દરિયાઈ માર્ગ દ્વારા થતા બિઝનેશની એક મહત્વની પરિયોજના છે.

ગુજરાત સરકારની નોડલ એન્જસી ગુજરાત મેરીટાઈમ બોર્ડ, પોતાની સહાયક કંપની ગુજરાત પોર્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ કંપની લિમિટેડના માધ્યમથી પાટનગર ગાંધીનગર સ્થિત આવેલી ગિફ્ટ સીટીમાં મેરીટાઈમ ક્લસ્ટર ડેવલપ કરવાની કોશિસ કરી રહી છે.

આ ક્લસ્ટરમાં શરુઆતમાં, ગુજરાત બેઝ શિપિંગ લાઈન, ફ્રેટ ફોરવર્ડર, શિપિંગ એજન્ટસ્, બંકર સપ્લાયર્સ અને શિપિંગ બ્રોકર્સ દ્વારા કામ શરુ કરશે. ક્લસ્ટરના બીજા તબક્કામાં, ભારતીય જહાજ માલિકો, જહાજ ઓપરેટર્સ, ભારતીય ચાર્ટટર્સ અને ટેકનિકલ સલાહકારોને મુંબઈ, ચેન્નાઈ અને દિલ્હી જેવા શહેરોમાં નિમણૂંક કરવામાં આવશે. ત્યારબાદ, વિશ્વસ્તરીય બિઝનેસમેનોને આ ક્લસ્ટરમાં આકર્ષિત કરવાનો પ્રયાસ કરવામાં આવશે.

શું છે મેરીટાઈમ ક્લસ્ટરની અનિવાર્યતા ?

આ મેરીટાઈમ ક્લસ્ટર પરિયોજનાને કારણે, આપણા દેશમાં દરિયાઈ માર્ગ દ્વારા થતો વેપાર અન્ય દેશોમાં ચાલી ગયો છે,તેને આ પરિયોજનાની મદદથી પાછો લાવીને આપણા દેશના દરિયાઈ માર્ગને સમૃદ્ધ અને વેપારી બંદરો નિર્માંણ કરશું. જેથી, દેશના આર્થિક વિકાસ સાથે ઔદ્યોગિક વિકાસમાં વધારો થશે. લેન્ડલોક વિશ્વના દેશ જેવા કે, સ્વિઝર્રલેન્ડ અને લક્જમબર્ગમાં સમુદ્રી સેવાઓ ભરપૂર છે. તેવી સેવાઓ આપણા દેશમાં હાલના સમયમાં ઉપલબ્ધ નથી. ગુજરાતમાં 1600 કિલોમીટર દરિયાકિનારો આવેલા છે સાથે જ ઘણા બંદરો છે, જે દેશના કુલ દરિયાઈ વેપારનો 40ટકા હિસ્સો છે.પરંતુ, આપણે હજુ સુધી સંપૂર્ણપણે મૂલ્ય શ્રેણીનું લક્ષ્ય સાધ્યું નથી.

આપણા પાસે બંદરોને સારી ઈકોસિસ્ટમ નથી. જેને કારણે, આપણે ગુજરાત બહાર કે અન્ય દેશોમાં ચાર્ટરીંગ સેવાઓ શરુ કરીએ છીએ. જેમ કે, અદાણી ગ્રુપનું ગુજરાતમાં મોટું પોર્ટ છે પરંતુ, તેની ચાર્ટરીંગ સેવાઓ માટે દુબઈથી બહાર જવું પડે છે. તેવી જ રીતે, જે.એમ.બક્સીનું ગુજરાતમાં બંદર છે પરંતુ, તેમને પણ ચાર્ટરીંગ જરુરિયાતો માટે મુંબઈથી બહાર જવું પડે છે. આ જ રીતે, દેશની જાણીતી કંપનીઓ જેવી કે, આદિત્યા બિરલા, ટાટાને મેરીટાઈમ ક્લસ્ટર માટે દુબઈ અને સિંગાપોર જવું પડે છે. આ સ્થિતિમાં સુધારો કરવા ગુજરાત સરકાર કેન્દ્ર સરકાર અંતર્ગત મેરીટાઈમ ક્લસ્ટર ડેવલપ કરવા જઈ રહી છે.

દરિયાઈ વ્યવસાયને આકર્ષવા સિવાય મેરીટાઈમ ક્લસ્ટરનો અન્ય ઉપયોગ

ગુજરાત મેરીટાઈમ યુનિવર્સીટી અંતર્ગત, Alternate Dispute Resolution કેન્દ્રની સ્થાપના કરવામાં આવશે. જે મેરીટાઈમ ક્લસ્ટરના નેજા હેઠળ કામ કરશે. આ પ્રકારનું સેન્ટર હાલ ભારતમાં એક પણ નથી. આ સેન્ટર દ્વારા મેરીટાઈમ ક્લસ્ટરમાં આવતા વેપારી જાહાજોના વિવાદો, વેચાણ, નિર્માંણ-મરામત અને અન્ય વસ્તુઓમાં આવતા વિવાદોની મધ્યસ્થતા કરશે અને તેનું નિરાકરણ કરશે. આ પ્રકારનું સેન્ટર વિશ્વના દેશોમાં આવેલા મેરીટાઈમ ક્લસ્ટર સાથે સંવાદિતા સાધીને, દરિયાઈ વેપારમાં થતા વિવાદોનું સમાધાન કરીને, દરિયાઈ વેપારને સુચારુ બનાવશે.

ટીમ બિલ્ટ ઈન્ડિયા. સૌજન્ય- ધ ઈન્ડિયન એક્સપ્રેસ

Show More

Related Articles

Back to top button
Close