અમદાવાદમાં બિઝનેસ બિલ્ડિંગ નિર્માંણકર્તા, શિલ્પ ગ્રુપના કોર્પોરેટ હાઉસ બન્યું છે “S” અને “Y” થીમ પર
Ahmedabad’s Well Known Shilp Group coming Corporate House
અમદાવાદમા નામાંકિત અને બિઝનેસ બિલ્ડિંગ નિર્માંણકર્તા એવા શિલ્પ ગ્રુપે, જ્યાં વધારે બિઝનેસ ગેઈન મળે અને રોકાણમાં વધુ વળતર મળે તેવા પ્રાઈમ લોકેશન પર બિઝનેસ મોડેલ નિર્માંણ કરીને, શહેરની સુંદરતામાં વધારો કર્યો છે. શિલ્પ ગ્રુપના મેનેજિંગ ડાયરેક્ટર યશ બ્રહ્મભટ્ટના જણાવ્યાનુસાર, અમદાવાદ શહેરમાં લેટેસ્ટ અને મનોરમ્ય આર્કીટેક્ટ ડીઝાઈનના અંદાજિત 10 જેટલા પ્રોજેક્ટ સફળતાપૂર્વક પૂર્ણ કર્યા છે. વધુમાં તેમણે જણાવ્યું છેક, શિલ્પ ગ્રુપે અમદાવાદના અન્ય નામાંકિત અને જાણીતા ડેવલપર્સ શિવાલિક અને સત્યમેવ ગ્રુપ સાથે આઈકોનિક બિઝનેસ પ્રોજેક્ટ નિર્માંણ કર્યો છે. અમદાવાદીઓને અલ્ટ્રાલક્ઝ્યુરીયસ એપાર્ટમેન્ટ આપનાર શિલ્પ ગ્રુપનું કોર્પોરેટ હાઉસ નિર્માંણ પામી રહ્યું છે, ત્યારે આવો જાણીએ કેવું બની રહ્યું છે શિલ્પ ગ્રુપનું કોર્પોરેટ હાઉસ.
યશ બ્રહ્મભટ્ટના જણાવ્યાનુસાર, શિલ્પ ગ્રુપનું કોર્પોરેટ હાઉસ કુલ 25 હજાર સ્કેવર ફુટમાં નિર્માંણ પામી રહ્યું છે. જેમાં ગ્રાઉન્ડ ફ્લોર સાથે કુલ સાત ફ્લોર બની રહ્યા છે. કોર્પોરેટ હાઉસની ડીઝાઈનની વાત કરીએ તો શિલ્પ ગ્રુપની બ્રાન્ડ સ્થાપિત થાય તે માટે બિલ્ડિંગના બાહ્ય એલિવેશનમાં શિલ્પનો S અને યશનો Y ડીઝાઈન કર્યો છે. આ રીતે અમે અમારા હાઉસને અલ્ટ્રા મોર્ડન ડીઝાઈન કરવાનો પ્રયાસ કર્યો છે.
ટીમ બિલ્ટ ઈન્ડિંયા
5 Comments