મોદી સરકારનો મોટો નિર્ણય, જમ્મુ-કાશ્મીરમાં હવે કોઈપણ નાગરિક ખરીદી શકશે જમીન, કેન્દ્રીય ગૃહ મંત્રાલયે જાહેર કર્યું નોટિફિકેશન.
દેશનો કોઈપણ નાગરિક હવે, જમ્મુ-કાશ્મીરમાં જમીન ખરીદી શકશે. અને ત્યાં રહી પણ શકશે. કેન્દ્રની મોદી સરકારે આજે જમ્મુ કાશ્મીરમાં ભૂમિ સ્વામિત્વ અધિનિયમ સંબંધી કાયદામાં સંશોધન કર્યું છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે આ સંદર્ભે એક નોટીફિકેશન જાહેર કર્યું છે. જોકે, હજુ સુધી ખેતીની જમીન પર પ્રતિબંધ યથાવત્ છે. કેન્દ્ર સરકારના આ નિર્ણયનો અમલ તત્કાળ કરવામાં આવશે.
જમ્મુ-કાશ્મીરના ગર્વનર મનોજ સિંહાએ, મીડિયાને જણાવ્યું હતું કે, અન્ય રાજ્યના લોકો અહીં આવીને કંપનીઓ શરુ કરે તેમજ ઈન્ડસ્ટ્રીયલ જમીન ખરીદી અને તેમાં રોકાણ કરે. જોકે, હજુ ખેતીની જમીનની ખરીદી માત્ર જમ્મુ કાશ્મીરના લોકો જ કરી શકશે, અન્ય નાગરિકો નહીં કરી શકે.
નોંધનીય છેકે, ગત 5 ઓગસ્ટ-2019માં જમ્મુ કાશ્મીરને મળેલો વિશેષ રાજ્યનો દરજ્જો દૂર કરાયો હતો. અને આર્ટીકલ્સ 370 હટાવી લેવામાં આવી હતી. તે બાદ, 31 ઓક્ટોબર-2019થી જમ્મુ-કાશ્મીરને કેન્દ્ર શાસિત પ્રદેશ બનાવવામાં આવ્યું છે. કેન્દ્ર શાસિત પ્રદેશ બનવવામાં એક વર્ષ પૂર્ણ થવા પહેલાં જ કેન્દ્ર સરકાર દ્વારા જમીન કાયદામાં સુધારો કરાયો છે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા.
9 Comments