ડીઝિટલ ગુજરાતના નિર્માંણ ક્ષેત્રે ગુજરાત સરકારનું વધુ એક નક્કર કદમ- કૌશિક પટેલ, મહેસૂલ મંત્રી
Kaushik Patel Launched IRIS.
ગુજરાત રાજ્યમાં આવેલી મહેસૂલ વિભાગની કચેરીઓનું અને કર્મચારીઓનું ઓનલાઈન મૂલ્યાંકન કરીને, તેમનું પરર્ફોમન્સ જાણી શકાય તે માટે, રાજ્યના મહેસૂલ વિભાગના મંત્રી કૌશિક પટેલે, ઓનલાઈન IRIS(Integrated Revenue Inspection System) 26 ઓક્ટોબર-2020 ના રોજ લોન્ચિંગ કર્યું હતું.
ઓનલાઈન મહેસૂલ વિભાગની તમામ મહેસૂલી પરવાનગી, હક્કપત્રની નોંધો અને મહેસૂલી કેસની તપાસ હવેથી, ઓનલાઈન કરવામાં આવી છે. IRIS થકી હવે મહેસૂલી કચેરીઓની તપાસણી ઓનલાઈન થતાં, સમયની બચત સાથે ગુણવત્તાસભર તપાસ થશે.
IRIS સિસ્ટમ દ્વારા ગુજરાતમાં તાલુકા, જિલ્લા, રાજ્યસ્તરીય મહેસૂલ વિભાગની કચેરીઓમાં કામ કરતાં સરકારી કર્મચારીઓનું મૂલ્યાંકન કરવામાં આવશે. જે આધારે તેઓનું પરફોર્મન્સ નક્કી કરવામાં આવશે તેવી મહેસૂલ મંત્રી કૌશિક પટેલે જણાવ્યું હતું.
નોંધનીય છેકે, રાજ્ય સરકારે મહેસૂલી પ્રક્રિયાને વધુ વેગમાન બનાવવાનો નિર્ધાર કર્યો છે. જેના પરિણામે, અનેકવિધ મહેસૂલી સુધારા રાજ્ય સરકારે કર્યાં છે. જેના ખૂબ જ સારા પરિણામો મળી રહ્યાં છે. રાજ્યના મહેસૂલી વહીવટને કોમ્પ્યુટરાઈઝ,સલામત, સુરક્ષિત,સુદ્દઢ અને ઝડપી બનાવવાના પગલાંરુપે, હસ્તલિખિત મહેસૂલી રેકર્ડ જાન્યુઆરી-2004થી ડીઝિટાઈઝ કરી ઓનલાઈન કરવામાં આવ્યો છે.
મહેસૂલ વિભાગ રાજ્યના ખેડૂતો, ઉદ્યોગ સાહસિકો અને સામાન્ય નાગરિકોને રોજબરોજની મહેસૂલી કામગીરીઓને ધ્યાનમાં રાખીને, ટેક્નોલોજીના માધ્યમથી સરળીકરણ અને પારદર્શિતા લાવવામાં હંમેશા અગ્રેસર રહ્યો છે. મહેસૂલી સેવાઓ વધુ ઝડપી, સરળ અને પારદર્શક બને તે માટે ઈ-ગવર્નન્સના માધ્યમ અને અદ્યતન ટેક્નોલોજીના ઉપયોગથી IORA પર બિનખેતી પરવાનગી, પ્રિમિયમ પરવાનગી, બોનાફાઈડ ઈન્ડસ્ટ્રીયલ પરવાનગી, વારસાઈ નોંધ, સુધારા હુકમ, જમીન માપણી જેવી 27 જેટલી વિવિધ સેવાઓ ઓનલાઈન કરી સિંગલ વિન્ડો ક્યિલરન્સ સિસ્ટમને યથાર્થ બનાવી છે. ત્યારે, ગુજરાતના મહેસૂલ વિભાગે, ડીઝિટલ ગુજરાતના નિર્માંણ ક્ષેત્રે વધુ એક નક્કર કદમ ભર્યું છે. જે દેશભરમાં મોખરે છે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા.
8 Comments