આજે રાજ્ય સરકારે ગુજરાતમાં ભૂમાફિયા સામે કડક પગલાં લેવા માટે ગુજરાત લેન્ડ ગ્રેબિંગ પ્રોહિબશન એક્ટ(Gujarat Land Grabbing Prohibition Act)નો પ્રસ્તાવને, મુખ્યમંત્રી વિજય રુપાણીની અધ્યક્ષતામાં મળેલી મંત્રીમંડળની બેઠકમાં મંજૂર કર્યો હતો. આ પ્રસ્તાવની મંજૂરીની સાથે ભૂમાફિયા સામે કડક પગલાં લેવા માટે રાજ્ય સરકાર સજ્જ બની છે.
ગુજરાતમાં સરકારી, પંચાયતો, પાલિકાઓ, મહાનગરપાલિકાઓ જેવી સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની કે જાહેર ટ્રસ્ટ-ધર્મસ્થાનકો, ખેડૂતો કે ખાનગી વ્ચકિતની માલિકીની જમીન પર ગેરકાયદે કબજો જમાનવનારા ભૂમાફિયા તત્વો સામે કડક પગલાં લેવા માટે એક્ટ પ્રસાર કર્યો છે.
વૈશ્વિક વિકાસની હરણફાળ ભરી રહેલા દેશના અગ્રેસર રાજ્ય તરીકે ગુજરાત દેશ-દુનિયાના રોકાણકારો, ઉદ્યોગો, વેપાર-રોજગાર માટે બેસ્ટ ચોઇસ ફોર ઇન્વેસ્ટમેન્ટ અને લેન્ડ ઓફ ઓપોર્ચ્યુનિટી બન્યું છે. છેલ્લા બે દાયકામાં ગુજરાતના સર્વાંગી વિકાસને કારણે રાજ્યમાં આર્થિક, સામાજીક અને વ્યાપારી અને ખેતીવાડીની પ્રવૃત્તિઓમાં નોંધપાત્ર વધારો થયો છે.
આ અંગે મહેસૂલ મંત્રી કૌશિક પટેલે પ્રેસ કૉન્ફરન્સ યોજીને માહિતી આપી હતી કે રાજ્યમાં ‘ગુજરાત લેન્ડ ગ્રેબિંગ એક્ટ’ને મુખ્યમંત્રીએ પ્રસ્તાવિત કર્યો હતો અને આ કાયદાને કેબિનેટે મંજૂરી આપી છે. સરકારે ભૂમાફિયાઓ પર અંકૂશ લાદવા માટે આ કાયદો ઘડ્યો છે.
નોંધનીય છેકે, ગુજરાત લેન્ડ ગ્રેબિંગ પ્રોહિબિશન એક્ટ અંતર્ગત ગેરકાયદેસર રીતે જમીન પર કબજો કરનારા ભૂમાફિયા તત્વો ગુનેગાર સાબિત થશે તો, ઓછામાં ઓછી 10 વર્ષની અને વધુમાં વધુ 14 વર્ષની જેલની સજા થશે. તેમજ ગુજરાત સરકાર આ પ્રકારના કેસોની સુનાવણી ઝડપી થાય તે માટે સ્પેશિયલ કોર્ટની રચના પણ કરશે. આ કોર્ટમાં છ મહિનામાં તેનો ઉકેલ લાવવામાં આવશે. આ ઉપરાંત, ગેરકાયદેસર રીતે કોઈપણ વ્યકિતની અથવા સંસ્થાની જમીન પર દબાણ તથા કબજો કરનારને પ્રોત્સહિત કરનારને પણ 10 અથવા 14 વર્ષની જેલની સજા થઈ શકે છે. અથવા તો, જંત્રીની રકમ ભરવાનો દંડ પણ થઈ શકે છે. આ પ્રકારની જમીન ખરીદનારને પણ સજા થઈ શકે છે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા.
11 Comments