દિવાળી સુધીમાં જ આવી શકે છે માર્કેટમાં તેજી – વિજય પટેલ, સત્યમેવ ગ્રુપ
તાજેતરમાં સરકારે કોટેશ્વર,મોટેરા અને ભાટને ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સમાવેશ કરવામાં આવ્યો છે. જેની માર્કેટ પર શું અસરો પડશે ?
ટ્વીવન સીટી, મેટ્રોરેલ પ્રોજેક્ટ આ વિસ્તારમાંથી પ્રસાર થતા હોવાથી, પહેલાંથી આ વિસ્તાર તો, ગ્રોઈંગ એરિયા હતો. પરંતુ, હવે ચાંદખેડાના આસપાસ વિસ્તારો જેવાં કે, ભાટ, કોટેશ્વર અને મોટેરાને ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સમાવેશ કરવાથી, હવે આ તમામ વિસ્તારોમાં પાયાની સુવિદ્યાઓ જેવી કે, ગટરલાઈન,વીજળી, પાણી અને પરિવહન સેવાઓ મળશે. આ સાથે, આ વિસ્તારની ટીપી પણ જલદીથી ખુલશે, જેનો સીધો ફાયદો ગાંધીનગર અને અમદાવાદને બંને શહેરોને થશે. પરિણામે, બંને શહેરોમાં માળખાકીય વિકાસ સાથે આર્થિક વિકાસ થશે.જેથી,એસ.જી. હાઈવે પરનો ત્રાગડ વિસ્તારમાં રેસિડેન્શિયલ અને કમર્શિયલ સેગમેન્ટમાં વર્ટીકલ ડેવલપમેન્ટ થશે.
માર્કેટની હાલની સ્થિતિ કેવી છે અને ક્યારે ગતિમાન થશે ?
હાલ માર્કેટમાં નાણાંકીય રોટેશન થતું નથી જેથી માર્કેટ ધીમું ચાલી રહ્યું છે. પરંતુ, જો કોરોના જલદી અંકુશમાં આવી જાય તો, દીવાળી સુધીમાં માર્કેટમાં તેજી આવી શકે છે. જો કોરોનાની અસર નિરંતર ચાલુ જ રહેશે તો, 2021ના નવા વર્ષથી માર્કેટમાં તેજીનું વલણ જોવા મળી શકે છે. લોકડાઉન બાદ પણ માર્કેટની સ્થિતિ તો સારી જ છે અને ચોક્કસપણે કહી શકીએ છીએ કે, આવનારા સમયમાં માર્કેટ સર્વોચ્ચ સ્થાન પ્રાપ્ત કરશે. હાલ ચાંદખેડા વિસ્તારમાં કેટલીક પ્રોજેક્ટ સાઈટ પર મજૂરો આવી ગયા છે. જેથી, કામ શરુ થઈ ગયાં છે. અને ઈન્કવાયરીનો ફ્લો પણ ધીરે ધીરે શરુ થઈ ગયો છે.પરંતુ,નવા પ્રોજેક્ટ નિર્માંણમાં વિલંબ થશે. ઉલ્લેખનીય છેકે, જ્યારે જ્યારે માર્કેટ ઉપર સંક્ટો તોળાયાં છે ત્યારે ત્યારે, રીયલ એસ્ટેટ માર્કેટને ચોક્કસપણે ફાયદો જ થયો છે. જેનો ઈતિહાસ સાક્ષી છે. જેમ કે, 2001માં ભૂકંપ બાદ, માર્કેટમાં લાલચોળ તેજી આવી, ત્યારબાદ 2016માં નોટબંધી, 2017માં રેરા, 2018માં જીએસટી અને ઓડીપીએસ અને 2019માં કોવીડ આવ્યો છે. એટલે હવે કોરોના વાયરસ પણ રીયલ એસ્ટેટ માર્કેટને કોઈ જ અસર કરી શકશે નહી.
કોરોના દરમિયાન વર્ક ફ્રોમ હોમના વલણ અંગે આપનો શું મત છે ?
કોરોનાને કારણે દેશમાં એક પ્રકારની ડીઝિટલ ક્રાંતિ આવી ગઈ. ડીઝિટલ દુનિયામાં જે એપ કે વેબસાઈટને જાણતાં પણ ન હતા, તેવી અનેક અપ દ્વારા હાલ અનેક ક્ષેત્રોમાં ઓનલાઈન ચર્ચા અને બિઝનેસના વેબીનાર થઈ રહ્યા છે. સત્યમેવ ગ્રુપના સીએમડી વિજય પટેલ જણાવી રહ્યા છેકે, પહેલાં લોકો ઘરનું ઘર ખરીદવા સમગ્ર પરિવારને લઈને પ્રોજેક્ટ સાઈટ આવતા હતા. પરતું, હવે માત્ર ડીઝિટલ માધ્યમથી ઓનલાઈન સેમ્પલ હાઉસ કે, વેબસાઈટ પર પ્રોજેક્ટ એલિવેશન જોઈને રીયલ યુઝર્સ ઘરનું ઘર બુકિંગ કરાવી રહ્યા છે. જે એક મોટો બદલાવ આવ્યો છે જે કોરોનાને આભારી છે. સત્યમેવ ગ્રુપે લોકડાઉન દરમિયાન ડીઝિટલના માધ્યમ દ્વારા 10 બુકિંગ લીધા હતા. આથી આપણે કહી શકીએ કે, ડીઝિટલ ક્ષેત્ર આપણા દૈનિક જીવનનો એક હિસ્સો બની ગયું છે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા.
5 Comments