સરકારી કૉન્ટ્રાક્ટર્સની ભાવવધારાની માંગ નહીં સ્વિકારે તો, રાજ્યવ્યાપી હડતાળની ગુજરાત કૉન્ટ્રક્ટર એસો.ની ચીમકી.
Does not accept the demand of the contractors for price hike, Gujarat Contractor's Association will go statewide strike.

બાંધકામ ક્ષેત્રે થયેલો 30% થી 40% નો ભાવવધારો સરકારી કોન્ટ્રાકટરોને ચૂકવવા ગુજરાત કોન્ટ્રાકટર્સ એસોસિએશનની માંગ
રાજય સરકારને વારંવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરવા છતાં સરકાર વાટાઘાટો કે ચર્ચા માટે આગળ નહી આવતાં હવે રાજયભરના કોન્ટ્રાકટરો લડાયક મૂડમાં, 8 જાન્યુઆરીના રોજ રાજ્યવ્યાપી હડતાળ કરવાની ચીમકી.

સ્ટીલ, સિમેન્ટ, ડામર, રેતી, કપચી, ઈંટો ટ્રાન્સપોર્ટેશન તેમજ કારીગરો અને મજૂરીના ભાવમાં આશરે 30% થી 40% જેટલો વધારો થયેલ છે, પરંતુ વારંવારની રજૂઆત અને માંગણીઓ છતાં રાજય સરકાર દ્વારા રાજયભરના કોન્ટ્રાકટરોને આ ભાવવધારો નહી ચૂકવાતાં અને કોન્ટ્રાકટરોને જૂના ભાવે જ કામ ચાલુ રાખવાની ફરજ પડતાં કોન્ટ્રાકટરોની હાલત કફોડી બની છે, જેને લઈ હવે ગુજરાત કોન્ટ્રાકટર્સ એસોસીએશનના નેજા હેઠળ રાજયભરના કોન્ટ્રાકટરો લડાયક અને આક્રમક મૂડમાં સામે આવ્યા છે. જો રાજય સરકાર કોન્ટ્રાકટરોની ભાવવધારાની માંગણી નહી સ્વીકારે તો રાજયભરના કોન્ટ્રાકટરો દ્વારા રાજયવ્યાપી હડતાળની અને રોડ, બિલ્ડીંગ, બ્રીજ, હાઇવે સહિતના તમામ કામો ઠપ્પ કરી દેવાની ગંભીર ચીમકી ઉચ્ચારી છે.
ઉલ્લેખનીય છેકે, ગુજરાત કોન્ટ્રાકટર્સ એસોસીએશનના ઉપક્રમે તાજેતરમાં મળેલી મીટીંગમાં કોરોના મહામારી પછી છેલ્લા ઘણા સમયથી ગુજરાત રાજ્યના સરકારી કામોમાં વપરાતા માલ-સામાન જેવા કે, સાથે સાથે લડતના પ્રથમ તબક્કામાં તા. 8 મી જાન્યુઆરી બાદ સરકારના તમામ વિભાગોની ટેન્ડર પ્રક્રિયાથી રાજયભરના કોન્ટ્રાકટરો અલિપ્ત રહેશે, સરકારનું કોઇ ટેન્ડર જ નહી ભરે તેવી જાહેરાત પણ ગુજરાત કોન્ટ્રાકટર્સ એસોસીએશન દ્વારા કરવામાં આવી છે.

આ સમગ્ર મામલે ગુજરાત કોન્ટ્રાકટર્સ એસોસીએશનના ચેરમેન અરવિંદ પટેલ અને વાઈસ ચેરમેન કિશોર વિરમગામા તથા કે.કે.પટેલે જણાવ્યુ હતુ કે, રાજ્ય સરકાર અને મહાનગરપાલિકા વગેરે જગ્યાએ વિવિધ પ્રોજેક્ટની કામગીરી કરતાં સરકારી કોન્ટ્રાક્ટરો બાંઘકામ ક્ષેત્રે વપરાતા મટિરિયલ વગેરેમાં કૂદકે-ભુસકે વધતા ભાવવધારાથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. રાજયમા હવે આ જૂના ભાવે કામ કરવુ પોષાય તેમ નથી જેથી બાંધકામ ક્ષેત્રે થયેલા ભાવવધારો અમને આપવામાં આવે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા.
11 Comments