Civil EngineeringConstructionGovtNEWSPROJECTS

દિશમાન હાઉસથી ઝવેરી સર્કલ સુધીના માર્ગને “છનાલાલ જોશી માર્ગ” નું મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે નામકરણ

The road from Dishman House to Zaveri Circle was named as "Chhnalal Joshi Marg" by Chief Minister Bhupendra Patel.

અમદાવાદ શહેરી વિકાસ સેવા સત્તામંડળના પૂર્વ ચેરમેન અને શ્રેષ્ઠ સમાજસેવી સ્વર્ગીયશ્રી છનાલાલ જોશીના જનકલ્યાણનાં અભૂતપૂર્વ અને અવિસ્મરણીય કાર્યો અને તેમના સદ્દગુણોની સુવાસ સમાજમાં સદૈવ પ્રસરતી રહે તે માટે, મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે સ્વર્ગીય છનાલાલ જોશીને બિરદાવતા સ્મરણાંજલી તરીકે “દિશમાન હાઉસથી ઝવેરી સર્કલ” સુધીના માર્ગને “છનાલાલ જોશી માર્ગ” તરીકે નામનું અનાવરણ કરી લોકો માટે ખુલ્લો મૂક્યો છે.

તેમજ મુખ્યમંત્રીએ તેમના પ્રાસંગિક ઉદ્દબોધનમાં સ્વર્ગીયશ્રી છનાલાલ જોશીના સમાજોપયોગી કાર્યોને યાદ કરી તેમની સ્મૃતિઓને જીવંત રાખવા છનાલાલ જોશીના નામ રોડનું નામકરણ કરેલ ઠરાવ બદલ સંતોષની લાગણી વ્યક્ત કરી હતી.

આ માર્ગ અનાવરણ પ્રસંગે આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલ, અમદાવાદના મેયર કિરીટ પરમાર, જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજી મહારાજ, રાજ્યસભા સાંસદ નરહરિ અમીન, બીજેપીના સહકોષાધ્યક્ષ ધર્મેન્દ્ર શાહ, એએમસી કમિશનર લોચન સહેરા, ધારાસભ્ય રાકેશ શાહ, અમદાવાદના જાણીતા ડેવલપર્સ જેવા કે સેવી સ્વરાજના સીએમડી જક્ષય શાહ, ગણેશ હાઉસિંગના સીએમડી શેખર પટેલ, શિવાલિક ગ્રુપના તરલ શાહ, સિન્થેસિસ ગ્રુપના એમડી અજય પટેલ, આસ્થા ગ્રુપના સીએમડી આશિષ પટેલ, સંકેત પટેલ, કવિશા ગ્રુપના એમડી પાર્થ પટેલ, અંશ ગ્રુપના ડાયરેક્ટર અનુજ પટેલ, સૂર્યો ગ્રુપના સીએમડી સરેશ પટેલ, સોયાના ગ્રુપના સીએમડી સુરેશ પટેલ, વ્યાપ્તિ ગ્રુપના સીએમડી યોગેશ ભાવસાર, સંગાથ ગ્રુપના સીએમડી સંજ્ય જૈન, સ્વાગત ગ્રુપના સીએમડી તરુણ વર્મા અને શીતલ વર્ષા ગ્રુપના સીએમડી પારસ પંડિત, દીપ ગ્રુપના સીએમડી, એમડી દિનેશ પટેલ, નિલય પટેલ સહિત ગાહેડ-ક્રેડાઈના તમામ પદાધિકારીઓ સહિત અન્ય બિઝનેસમેનો મોટીસંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત ઔડા સહિત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.  

આ પ્રસંગે તેજસ જોશીએ જણાવ્યું હતું કે, મારા પિતાજીની આ ઈચ્છાને અનંતકાળ સુધી જીવંત રાખવા નમ્ર પણે દરખાસ્ત કરીએ છીએ કે, જો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન 5000 થી 8000 મીટરના ગાર્ડન માટે પ્લોટ એલાટ કરે તો આયુર્વેદ અને હિંદુ સંસ્કૃતિમાં જેનું ધાર્મિક અને દૈવી મહત્વ છે. એવા 27 નક્ષત્રના વૃક્ષો જેવા કે બીલીપત્ર, રૂદ્રાક્ષ, આરડુશી, પીપળા અને પીપળા જેવાં વૃક્ષો વાવી તેનું કાયમી ધોરણે જતન કરી સમાજને આરોગ્યલક્ષી પર્યાવરણ અને આપણી સંસ્કૃતિથી સૌને વાકેફગાર કરવાના આશયથી નક્ષત્ર ગાર્ડન પીપીપી મોડલથી તૈયાર કરી સમાજને સપ્રેમ ભેટ આપવાનું લક્ષ્ય છે.

ટીમ બિલ્ટ ઈન્ડિયા.

Show More

Related Articles

Back to top button
Close