ગુજરાતને મળશે નવી ઇન્ડસ્ટ્રીયલ પોલિસી- પીયુષ ગોયલ
Gujarat will get a new industrial policy - Piyush Goyal

આજરોજ ગાંધીનગરમાં કેન્દ્રીય મંત્રી પીયુષ ગોયલની હાજરીમાં ઇન્વેસ્ટર્સ રાઉન્ડ ટેબલ કોન્ફરન્સનું આયોજન થયું હતું. જેમાં કેન્દ્રીય મંત્રી પીયુષ ગોયલે ગુજરાતને નવી ઇન્ડસ્ટ્રીયલ પોલીસી આપવાના સંકેત આપ્યા હતા. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા.

રાઉન્ડ ટેબલ કોન્ફરન્સમાં CM ભુપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે ગુજરાત વેપાર ઉધોગ માટે જાણીતુ છે. છેલ્લા 20 વર્ષમાં ગુજરાતમાં લઘુઉધોગોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. ગુજરાતનો આ વિકાસ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આભારી છે. ગુજરાતનું ધોલેરા સર પણ હવે વટવૃક્ષ બની ગયુ છે. એક સમયે ગુજરાત વાપીથી તાપી સુધી જ વેપાર માટે જાણીતું હતું આજે આખું રાજ્ય અલગ અલગ વિસ્તાર પ્રમાણે ઉધોગ ધંધા માટે જાણીતું બન્યું છે.

કેન્દ્રીય મંત્રી પીયુષ ગોયલે ગુજરાતના વિકાસને ધ્યાને લઇને ગુજરાતને નવી ઇન્ડસ્ટ્રીયલ પોલિસી આપવાના સંકેત આપ્યા હતા. હાલ ગુજરાતમાં ધોલેરા સર નો વિકાસ ખુબ જ જડપથી કરવામાં આવી રહ્યો છે. આગામી સમયમાં ધોલેરા સર વિશ્વ કક્ષાનું ઉધોગ કેન્દ્ર બનશે. સર ખાતે ઇન્ટરનેશન એરપોર્ટની મંજૂરી પણ મળી ચુકી છે. ધોલેરા માટે રાજ્ય સરકારે સ્પેશિયલ પર્પઝ વ્હીકલ બનાવ્યું છે. આ ઉપરાંત ધોલેરા એક્સપ્રેસ વે માટે જમીન સંપાદનની કામગીરી છ માસમાં પૂર્ણ કરવામાં આવશે તેવી પણ આ બેઠકમાં જાહેરાત કરવામાં આવી હતી.
ટીમ બિલ્ટ ઈન્ડિયા, સૌજન્ય- સંદેશ.
15 Comments