Civil EngineeringCivil TechnologyConstructionGovernmentGovtInfrastructureNEWSPROJECTSUrban Development

બુલેટ ટ્રેનનું કામ ફાસ્ટ ટ્રેક પર, અમદાવાદ ‘વર્લ્ડ ક્લાસ’ સ્ટેશન બનશે- કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવ

Bullet train work on fast track, Ahmedabad to become 'world class' station: Union Minister Ashwini Vaishnav

કેન્દ્રીય રેલવે, કમ્યુનિકેશન, ઈલેક્ટ્રોનિક્સ એન્ડ આઈટી મિનિસ્ટર અશ્વિનિ વૈષ્ણવે જણાવ્યું કે, મહારાષ્ટ્રમાં હવે નવી સરકાર બની છે. જેથી બુલેટ ટ્રેનના પ્રોજેક્ટમાં પણ ઝડપ આવવાની આશાઓ સેવવામાં આવી રહી છે. જમીન સંપાદનની પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે અને ગુજરાતમાં કામકાજ પણ શરુ થઈ ચૂક્યું છે. અધિકારીઓ દ્વારા જમીન સંપાદનની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ મહારાષ્ટ્રમાં પ્રોજેક્ટ શરુ થઈ જશે.

ન્દ્રીય રેલવે, કમ્યુનિકેશન, ઈલેક્ટ્રોનિક્સ એન્ડ આઈટી મિનિસ્ટર અશ્વિનિ વૈષ્ણવે (Ashwini Vaishnaw) મંગળવારે કહ્યું કે, મહારાષ્ટ્રમાં નવી સરકાર બન્યા બાદ બુલેટ ટ્રેન યોજનામાં ઝડપ આવે એવી તેમને આશા છે. ડિજીટલ ઈન્ડિયા અને ઈન્ટરપ્રિન્યોરશિપ વિષય પર ઈન્ટરપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટ ઈન્સ્ટિટ્યુટ ઓફ ઈન્ડિયામાં વિદ્યાર્થીઓ અને ઈન્ડસ્ટ્રીના લીડર્સ સાથેની વાતચીત બાદ તેઓએ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન આ વાત કરી હતી.

મહારાષ્ટ્રમાં 71 ટકા જમીન સંપાદનનું કામ થયું
નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડે જૂનમાં કહ્યું હતું કે, ગુજરાત, દાદરા એન્ડ નગર હવેલીમાં સંપૂર્ણ જમીન સંપાદનની સરખામણીમાં મહરાષ્ટ્રમાં 71 ટકા જ જમીન સંપાદનનુ કામ થયું છે. સૌથી મહત્વપૂર્ણ વાત એ છે કે, મુંબઈમાં કોઈ પણ જાતનું જમીન સંપાદનનું કામ થયું નથી. બાંદ્રા-કુર્લા કોમ્પલેક્સ અને થાણે તથા વિરાર વચ્ચેની એક સુરંગનું ટેન્ડર કથિત રાજકારણની રસાકસીના કારણે રદ્દ કરવામાં આવ્યું હતું.

રેલવે સત્તાધીશોને જમીન સંપાદનની પ્રક્રિયામાં ઝડપ આવવાની આશા છે. જે હાઈ સ્પીડ રેલવે લાઈનની સ્થાપનાની દિશામાં પહેલું મહત્વપૂર્ણ પગલું છે. બાદમાં પ્રેસ કોન્ફરન્સ વખતે અશ્વિનિ વૈષ્ણવે જણાવ્યું કે, અધિકારીઓ દ્વારા જમીન સંપાદનની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ મહારાષ્ટ્રમાં પ્રોજેક્ટ શરુ થઈ જશે. મહારાષ્ટ્રમાં કામ કેવી રીતે આગળ વધે છે એના પર આખો પ્રોજેક્ટ નિર્ભર કરે છે.

2026-27માં ટ્રાયલ રન લેવાશે
આ મહત્વકાંક્ષી પ્રોજેક્ટની સમય મર્યાદાના એક સવાલના જવાબમાં તેઓએ જણાવ્યું કે, સુરત અને બિલીમોરા વચ્ચે ટ્રાયલ રન લેવાશે. આ બંને સ્ટેશન વચ્ચેનું અંતર 48 કિમી છે અને આ ટ્રાયલ રન 2026માં લેવાય એવી આશા છે. જ્યારે અમદાવાદથી વાપી વચ્ચેના 352 કિમી વચ્ચે 2027માં ટ્રાયલ રન લેવાય એવી આશા છે. મહારાષ્ટ્ર સિવાય કામ શરુ થઈ ચૂક્યું છે અને ગુજરાતમાં ચાલુ રહેશે. 70 કિમીના રસ્તા પર પિલ્લર પણ ઊભા કરી દેવામાં આવ્યા છે અને 160 કિમીના રસ્તા પર પાયો પણ નાખી દેવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટનું કામ ઝડપથી ચાલી રહ્યું છે. જે રસ્તાઓ પર પુલોનું નિર્માણ કરવામાં આવી રહ્યુ છે એના રસ્તામાં લગભગ 7-8 નદીઓ આવે છે. સ્ટેશનોનું નિર્માણકાર્ય પણ કરવામાં આવી રહ્યું છે.

અશ્વિનિ વૈષ્ણવે એવું પણ જણાવ્યું કે, ગુજરાતમાં બુલેટ ટ્રેન માટેની લંબાઈ પર્યાપ્ત છે. ચીનમાં પહેલી બુલેટ ટ્રેન માટેના ટ્રેકની લંબાઈ 113 કિમી હતી. ગુજરાતમાં રેલવેના આધુનિકરણ માટે એક રુપરેખા તૈયાર કરવામાં આવી છે. ગુજરાતમાં પ્રોજેક્ટની સ્થાપના વખતથી જ 17 સ્ટેશનનો પુનર્વિકાસ કરવામાં આવશે. સાથે જ 3800 કરોડના ખર્ચે અમદાવાદ સ્ટેશનને વર્લ્ડ ક્લાસ લેવલનું બનાવવામાં આવશે.

ટીમ બિલ્ટ ઈન્ડિયા, સૌજન્ય- આઈ એમ ગુજરાત.

Show More

Related Articles

Back to top button
Close