GovernmentGovtNEWSUrban Development

સંસ્કારધામ અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ, સંસ્કારધામ સંચાલક મંડળના સભ્યો સાથે કરી બેઠક

Prime Minister Narendra Modi held a meeting with the members of the Sanskardham Board of Trustees

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગઈકાલે, 4 જુલાઈ-2022 ના રોજ ગાંધીનગર સ્થિત મહાત્મા મંદિર ખાતે ડિઝિટલ ઈન્ડિયાના લોન્ચિંગ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. તે દરમિયાન રાજભવન ખાતે વડાપ્રધાન મોદીએ સંસ્કારધામ સંચાલક મંડળના સભ્ય ગણ સાથે એક બેઠક યોજી હતી. બંધ બારણે મળેલી બેઠકમાં અંદર શું થયું તેની વિગતો હજુ સુધી બહાર આવી નથી. પરંતુ, બેઠકમાં સંસ્કાર ધામના વિસ્તરણ પ્રોજેક્ટ સંદર્ભે ચર્ચા થઈ હોવાની સંભાવના છે તેવા મિડીયા અહેવાલ છે.

સંસ્કારધામ એક સ્પોર્ટ્સ અને શિક્ષણ સંસ્થા છે, કે જે ટીપી નંબર-429 મણિપુર-ગોધાવી ટીપીમાં આવે છે. જે સમગ્ર ટીપીમાં એજ્યુકેશન ઝોન છે, અને મિડીયા અહેવાલના મુજબ, તાજેતરમાં ટીપી નંબર-429 મણિપુર-ગોધાવી ખાતે ઓલિમ્પિક 2036 માટે ઓલિમ્પિક વિલેજ માટે 200 એકર જમીન સંપાદિત કરવામાં આવશે તેવા અહેવાલો છે.

નોંધનીય છે કે, આ બેઠકમાં દિલ્હીના સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ સંદર્ભે પણ સમીક્ષા કરવામાં આવી હતી. આર્કિટેક્ટ બિમલ પટેલ દિલ્હી સ્થિત સેન્ટ્રલ વિસ્ટા પર કામ કરી રહ્યા છે. આથી આ મહત્વકાંક્ષી પ્રોજેક્ટ સંદર્ભે પણ પરામર્શ થયાનું જાણવા મળ્યું છે. બિલ્ટ ઈન્ડિયાના સૂત્રોના જણાવ્યાનુસાર, સંસ્કારધામમાં નવીન બિલ્ડિંગ નિર્માણ પામશે, સાથે સાથે નવીન ટેક્નોલોજીનો ઉપયોગ કરીને સંસ્કારધામનું નામ વિશ્વસ્તરીય લઈ જવાય તેવું લાગી રહ્યું છે.

ટીમ બિલ્ટ ઈન્ડિયા, સૌજન્ય- સંદેશ

Show More

Related Articles

Back to top button
Close