ફાસ્ટટ્રેક પર ગુજરાત: કેન્દ્ર સરકારે 34 નેશનલ હાઇવેના કામો મંજૂર કર્યાં, રાજ્ય સરકારે 1630 કિમી લાંબો કોસ્ટલ કોરિડોર બનાવવા પ્રસ્તાવ મુક્યો
Gujarat on fast track: Central government approves 34 National Highway works, state government proposes to build 1630 km long coastal corridor
ભારત સરકાર દ્વારા રાજ્યમાં આવેલ રાષ્ટ્રીય ધોરીમાર્ગના કામો માટેનો વર્ષ 2022-23નો રૂ।. 3760.64 કરોડનો વાર્ષિક પ્લાન મંજૂર કર્યો છે. જેમાં રૂા.2511.10 કરોડના રસ્તાના બાંધકામ અને નવા બ્રિજના બાંધકામો તેમજ રૂ।.1249.54 કરોડના પ્રી-કન્સ્ટ્રકશન એક્ટિવિટીના કામો હાથ ધરાશે. આ રસ્તાઓમાં નદીઓ ઉપર બ્રિજ, રેલવે ફાટક ઉપર આર.ઓ.બી/આર.યુ.બીનું નિર્માણ કરાશે, જેના થકી ફાટક-મુક્ત ગુજરાતના નિર્માણ થશે. તે ઉપરાંત ગુજરાત સરકારે કેન્દ્ર સરકાર સમક્ષ દક્ષિણ ગુજરાતના ઉમરગામથી કચ્છના નારાયણ સરોવર સુધી નવો 1630 કિમી લાંબો કોસ્ટલ કોરિડોર બનાવવા પ્રસ્તાવ મૂક્યો છે.
રાજ્ય સરકારે કેન્દ્ર સમક્ષ પ્રસ્તાવ મુક્યો
રાજ્યમાં પ્રવાસ અને આર્થિક બાબતોને ગતિ આપવા માટે મૂકાયેલા આ પ્રસ્તાવને PM ગતિ શક્તિ યોજના હેઠળ પૂર્ણ કરવા માટે સરકાર વિવિધ ઔદ્યોગિક અને સંલગ્ન પ્રવૃત્તિઓ હાઈવેને સમાંતર નિર્ધારિત કરવામાં આવશે. આ કોસ્ટલ કોરિડોર માટે સરકારે શરુઆતના 300 કિલોમીટર માટે જગ્યા નિર્ધારિત કર્યા હોવાનું જણાય છે.સરકારે PM ગતિ શક્તિ પ્રોજેક્ટ હેઠળ નવા કોસ્ટલ કોરિડોર હાઈવે માટે પ્રસ્તાવ મૂક્યો છે.જેમાં 16430 કિમીમાંથી 140 કિમીનો હાઈવે ગ્રીનફીલ્ડ કોસ્ટલ એરિયા તરીકે વિકસિત કરવામાં આવશે. જ્યારે બાકી1490 કિમીનો હાઈવે બ્રાઉનફીલ્ડ રોડ હશે. આ કોરિડોર ત્રણ ડ્રાઈવિંગ લેન સાથે ઓછામાં ઓછો 10 મીટર પહોળો હશે. આ કોરિડોર સાથે નિશ્ચિત વિસ્તાર બફર વિસ્તાર તરીકે આરક્ષિત રાખવામાં આવશે.
આ પ્રોજેક્ટ પાછળ અંદાજિત 2400 કરોડ રૂપિયોનો ખર્ચ
સુત્રોના જણાવ્યા પ્રમાણે આ પ્રોજેક્ટ પાછળ અંદાજિત 2400 કરોડ રૂપિયોનો ખર્ચ થશે અને તેને ત્રણ વર્ષમાં પૂરો કરવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આ પ્રોજેક્ટની શરુઆત માટે દક્ષિણ ગુજરાતના ચાર જિલ્લાઓમાં 30 કિમીનો વિસ્તાર નક્કી કરવામાં આવ્યો છે. આ કોરિડોર બનાવવાને હેતુ દરિયાકાંઠાના પ્રવાસન, પરિવહન અને અન્યઆર્થિક પ્રવૃત્તિઓને વેગ આપવાનો છે. CRZ (કોસ્ટલ રેગ્યુલેશન ઝોન)ને ધ્યાનમાં રાખીને પ્રતિબંધો, વનના નિયમો અને આ પ્રકારની અન્ય બાબતોનુ ધ્યાન રાખવામાં આવશે. આ પ્રોજેક્ટની મંજૂરીમાં વિલંબ ન થાય તે માટે તમામ નિયમોનુ પાલન કરવામાં આવશે.
કોસ્ટલ હાઈવેની યોજના માટે રોડમેપ તૈયાર કરાશે
હાઈવેને દરિયાના કારણે નુકશાન ન થાય તે બાબતનુ પણ ધ્યાન રાખવામાં આવશે. જેથી કોસ્ટલ હાઈવેનુ નિર્માણ કરતી વખતે HTL(high tide level)નુ પણ ધ્યાન રાખવામાં આવશે. આ હાઈવેને એ રીતે ડિઝાઈન કરવામાં આવશે કે લોકો દરિયા કિનારાની સુંદરતાને માણી શકશે. સરકારનુ કોસ્ટલ હાઈવે સાથે પ્રવાસન આકર્ષણો અને ઔદ્યોગિક હબને જોડવાનુ લક્ષ્ય છે. પ્રવાસન અને અન્ય લાગત વળગતા વિભાગો પણ આ મહત્વકાંક્ષી 1630 કિમી લાંબા કોસ્ટલ હાઈવેની યોજના માટે રોડમેપ તૈયાર કરશે.
આહવા-સાપુતારા નેશનલ હાઇવે-953 માર્ગ પહોળો કરાશે
આ ઉપરાંત રૂા. 450 કરોડના ખર્ચે ભિલોડા–શામળાજી નેશનલ હાઇવે 168-Gનો નવો 10 મીટર પહોળો રસ્તો બનાવાશે. જેના પર નવા નાના પુલ તથા ભીલોડા બાયપાસનુ નિર્માણ કરાશે. તે જ રીતે આહવા-સાપુતારા નેશનલ હાઇવે-953 માર્ગને પણ 10 મીટર પહોળો બનાવી હયાત રસ્તાનુ અપગ્રેડેશન કરાશે. વધુમાં રૂા. 250 કરોડના ખર્ચે જામનગર – કાલવાડ નેશનલ હાઇવે-927-Dને ચાર લેન રસ્તો બનાવાશે. જે માટે જમીન સંપાદન તેમજ જંગલ વિસ્તારની મંજૂરીની પ્રક્રિયાઓ સહિતની કામગીરી હાથ ધરવામાં આવી છે.
સાપુતારાથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી નવો કોરિડોર બનશે
ડાંગના પ્રખ્યાત શબરીધામને સ્ટેચ્યૂ ઓફ યુનિટી સાથે જોડવા માટે અંદાજે રૂ.1670 કરોડના ખર્ચે અંદાજિત 218 કિ.મી.નો નવો કોરિડોર વિકસાવવાનો પણ રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે.જે સાપુતારા-શબરીધામ-સોનગઢ-ઉકાઇ-દેવમોગરા-માથાસર-ઝરવાણી થઇને સ્ટેચ્યૂ ઓફ યુનિટીને જોડશે. જેના પરિણામે સહેલાણીઓને ટુરિસ્ટ સર્કિટમાં જોડવાનો પ્રયાસ છે. જેના પરિણામે પ્રવાસન સ્થળો પર આવતા નાગરિકોની સુવિધામાં વધારો થશે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા, સૌજન્ય- દિવ્ય ભાસ્કર.
13 Comments