Civil EngineeringCommercialConstructionInfrastructureNEWSPROJECTS

ઇન્ડિયાબુલ્સ રિયલ એસ્ટેટ નફાખોરીની દોષિત : NAAનો ઘર ખરીદનારાઓને રિફંડ આપવા આદેશ

Indiabulls convicted of real estate profiteering: NAA orders refund to home buyers

નેશનલ એન્ટી-પ્રોફિટિયરિંગ ઓથોરિટી (NAA)એ GSTના અમલીકરણ બાદ ભાવમાં અનુરૂપ ઘટાડો કરીને ઘર ખરીદનારાઓને રૂ. 6.46 કરોડથી વધારાની ઇનપુટ ટેક્સ ક્રેડિટ લાભો ન આપવા બદલ ઈન્ડિયાબુલ્સ રિયલ એસ્ટેટને દોષી ઠેરવી છે.

વિશાખાપટ્ટનમમાં સ્થિત સિએરા-વાઈઝેગ પ્રોજેક્ટમાં ઈન્ડિયાબુલ્સ રિયલ એસ્ટેટ દ્વારા ઈનપુટ ટેક્સ ક્રેડિટ લાભો ગ્રાહકોને પાસ પાસ ઓન ન કરતા એક ઘર ખરીદનાર દ્વારા દાખલ કરાયેલા કેસના આધારે ડિરેક્ટોરેટ જનરલ ઑફ એન્ટિ પ્રોફિટીરિંગ (DGAP)એ કેસની તપાસ કરી અને બિલ્ડરને નફાખોરી માટે દોષિત ઠેરવ્યા છે.

DGAPએ તપાસમાં નોંધ્યું કે રિયલ એસ્ટેટ કંપનીને 1 જુલાઈ, 2017-માર્ચ 31, 2019ની વચ્ચે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્ના અમલીકરણ પછી વધારાના આઈટીસીનો ફાયદો થયો હતો અને પ્રોજેક્ટમાં ખરીદદારોને રૂ. 6.46 કરોડથી વધુ રકમ ટ્રાન્સફર કરવી જોઈએ.

ઓથોરિટીને જાણવા મળ્યું છે કે પ્રતિવાદીએ તપાસના સમયગાળા દરમિયાન પ્રોજેક્ટ ‘સિએરા વિઝાગ’ માટે રૂ. 6,46,06,227નો નફો કર્યો છે. NAAએ આદેશમાં જણાવ્યું કે આ પ્રોજેક્ટમાં ઘર ખરીદનારાઓ પાસેથી રળવામાં આવેલ નફાની રકમ 18 ટકાના વ્યાજ સહિત પરત કરવામાં આવશે. નફાની રકમ 3 મહિનાની અંદર ઘર ખરીદનારાઓને આપવાની રહેશે.

ટીમ બિલ્ટ ઈન્ડિયા, સૌજન્ય- ગુજરાત સમાચાર.

Show More

Related Articles

Back to top button
Close