ફાઈનલ પ્લોટ(FP)ના ક્ષેત્રફળ મુજબ જ સ્ટેમ્પ ડ્યૂટીની ગણતરીનો આદેશ- રાજ્ય સરકાર
Order for calculation of stamp duty as per the area of final plot (FP) - State Government
ગુજરાતના કેટલાક જિલ્લામાં જ્યાં નવી ટાઉન પ્લાનિંગ- TP સ્કીમો અમલમાં છે, પ્રાથમિક અવસ્થામાં છે અથવા તો તેનો ઈરાદો જાહેર થયો છે તેવા વિસ્તારોમાં સબ રજિસ્ટાર, નાયબ કલેક્ટરની કચેરીઓ ફાઈનલ પ્લોટ- FP)ને બદલે જમીનના સંપૂર્ણ ક્ષેત્રફળને આધારે સ્ટેમ્પ ડ્યૂટી વસુલી રહ્યા છે. આ બાબત સરકારના ધ્યાને આવતા સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ સ્ટેમ્પની કચેરીએ જુલાઇ- ૨૦૧૬ની મૂળ સૂચના ફરીથી પરિપત્રિત કરીને FPમાં દર્શાવેલા ક્ષેત્રફળ પુરતી જ સ્ટેમ્પ ડ્યૂટી વસૂલવા આદેશ કર્યો છે.
અમદાવાદ, રાજકોટ, સુરત, ગાંધીનગર જેવા મહાનગરો અને શહેરી વિકાસ સત્તામંડળોમાં પહેલાથી જ જ્યાં TP સ્કીમનો ઈરાદો જાહેર થયો હોય, ડ્રાફ્ટ TP હોય કે પછી તે પ્રિલિમિનરી કે ફાઈનલ સ્ટેજ ઉપર હોય ત્યારે ખેતીની જમીનના બિનખેતી રૂપાંતરને તબક્કે – ફોર્મમાં દર્શાવેલ અંતિમખંડનું ક્ષેત્રફળ ધ્યાને લઈને પ્રિમિયમનો નિર્ણય થાય છે. જ્યાં ફોર્મ હોય ત્યાં સામાન્યતઃ ૪૦ ટકા કપાતનું ધોરણ ધ્યાને લઈને પ્રીમિયમ વસૂલાય છે. મહાનગરો અને એક દાયકાથી સતત વિસ્તરતા નાના શહેરોમાં મહેસૂલ વિભાગના બીજ ઓગસ્ટ ૨૦૧૮ના ઠરાવથી આ જ પ્રેક્ટિસ અમલમાં છે. પરંતુ, કેટલાક નવા ક્ષેત્રો અને જિલ્લાઓમાં જ્યાં TP સ્કીમો અમલમાં આવી રહી છે. ત્યાં સબ રજિસ્ટ્રારો દ્વારા ફાઈનલ પ્લોટનું ક્ષેત્રફળ અર્થાત કપાત પછી ખરેખર જમીન માલિક કે વિકાસકારને ઉપયોગ માટે ઉપલબ્ધ થતી જમીનનું ક્ષેત્રફળ ધ્યાને લીધા વગર જ ૧૦૦ ટકા સ્ટેમ્પ ડ્યૂટી વસૂલવાનું શરૂ કર્યુ હતુ. જેની ફરિયાદો મળતો સુપ્રિન્ટેન્ડેન્ટ ઓફ સ્ટેમ્પની કચેરીએ કપાતના ધોરણો મુજબ મૂળ જમીનના નક્ષેત્રફળમાં કપાત બાદ મળવાપાત્ર અંતિમખંડ (FP)નું ક્ષેત્રફળ ધ્યાને લઈને જમીન કે સ્થાવર મિલકતની બજારકિંમત નક્કી કરવા બે સપ્તાહ પૂર્વે આદેશ કર્યો છે. સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ સ્ટેમ્પની સહીથી પરિપત્રિત આદેશમાં વર્ષ ૨૦૧૧ની જંત્રીના આધારે જમીનની બજાર કિંમત નક્કી કરતી વખતે TP હેઠળના ફાઈનલ પ્લોટના ક્ષેત્રફળની જ ગણતરી કરવા કહેવાયુ છે. જેનો નાયબ ક્લેક્ટરો, નોધણી અધિકારીઓ, નિરીક્ષકોને ચૂસ્તપણે અમલ કરવાનો રહેશે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા, સૌજન્ય- સંદેશ.
9 Comments